Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પરિયાના કૃષિ પ્રાયોગિક કેન્દ્રમાં ઈ- માર્કેટીંગ અંગે ખેડૂત સેમિનાર યોજાયો

પરિયાના કૃષિ પ્રાયોગિક કેન્દ્રમાં ઈ- માર્કેટીંગ અંગે ખેડૂત સેમિનાર યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૨ ઃ કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, ન. કૃ. યુ., પરીયા ખાતે ફળ પાકો માટે ઇ-માર્કેટિંગૅંખેડૂતો માટે સ્માર્ટ બજારની નવી પહેલ વિષય ઉપર ઍક દિવસીય ખેડૂત સેમિનાર યોજાયો હતો. 

કાર્યક્રમની શરૂઆતમાં આયોજક તથા પ્રાધ્યાપક અને વડા, કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, ન. કૃ. યુનિવર્સિટી, નવસારી, ડો. નરેન્દ્ર સિંઘઍ ઉપસ્થિત મહાનુભાવો તથા ખેડૂતોનું સ્વાગત કર્યું હતું. ડો. અલ્પેશ લેવા, પ્રાધ્યાપક, ઍ. સી. ઍચ., ન. કૃ. યુનિવર્સિટી,  નવસારી દ્વારા નવસારી ખાતે ઍક્સપોર્ટ અંગે ચાલતી યોજના વિષે માહિતગાર કર્યા હતા.

 કાર્યક્રમના અતિથિ વિશેષ, ડો. આર.ઍફ. ઠાકોર, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કે.વી.કે., અંભેટી દ્વારા બદલાતા હવામાનમાં ફળ પાકો માટે ઇ-માર્કેટિંગ કેવી રીતે ખેડૂતોને ઉપયોગી થશે ઍ વિષય ઉપર ભાર મૂક્યો હતો. વલસાડ જિલ્લામાં કાર્યરત ઍફપીઓ તથા નાબાર્ડના સહયોગથી ઍફપીઑની રચના વિષેની માહિતી સોનાલી ભોગાલે બાંદેકર, ડીડીઍમ, નાબાર્ડ, વલસાડ  દ્વારા આપવામાં આવી હતી. હાલમાં વાતાવરણીય પરિસ્થિતિ ધ્યાનમાં રાખી આંબામાં રોગ-જીવાત નિયંત્રણ વિષે ડો. ઍસ. ઍમ. ચવ્હાણ, સહ-સંશોધન વૈજ્ઞાનિક (કિટકશાસ્ત્ર), કૃ.પ્રા.કે.,પરિયા ઍ માહિતી આપી હતી. ડો. સાગર પાટીલ, પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, ન. કૃ. યુ., નવસારી અને ડો. ચિરાગ પટેલ, સંશોધન વૈજ્ઞાનિક (બાગાયત), કૃ.પ્રા.કે.,પરિયા દ્વારા આંબામાં ગુડ ઍગ્રીકલ્ચર પ્રેક્ટિસ વિષેની માહિતી તથા ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરેલ હતુ. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતમાંથી કુલ ૧૬૦ ખેડૂતોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.