વલસાડમાં પં. દીનદયાલ ઉપાધ્યાયને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 13 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ ભારતીય રાજનીતિને ઍકાત્મ માનવવાદ અને અંત્યોદયનો મંત્ર આપનાર મહાન દાર્શનિક અને પથદર્શક પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે આજે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય શ્રી કમલમ્માં આયોજિત આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓઍ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા, આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ, સંગઠન મહામંત્રી રત્નાકર, અને પ્રદેશ મહામંત્રી તથા દક્ષિણ ઝોન પ્રભારી શશ્ર પ્રશાંતભાઈ કોરાટની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષ સ્થાને, મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ભરતભાઇ પટેલે ઉપસ્થિત સહુને કાર્યક્રમલક્ષી માર્ગદર્શન આપ્યુ હતું. જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, ઝંખનાબેન પટેલે સંબોધન કર્યુ હતું. તેમના જીવનના પ્રસંગો આજે પણ શિસ્ત અને સમર્પણની પ્રેરણા આપે છે, સરળ વ્યક્તિત્વ અને ઉમદા વિચાર અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા પંડિતજીઍ વિશ્વને માનવતાવાદનો નવો રાહ ચીંધ્યો હતો,
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારની તમામ યોજનાઓ પંડિતજીના તેમના જીવનના પ્રસંગો આજે પણ શિસ્ત અને સમર્પણની પ્રેરણા આપે છે, સરળ વ્યક્તિત્વ અને ઉમદા વિચારૅં અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા પંડિતજીઍ વિશ્વને માનવતાવાદનો નવો રાહ ચીંધ્યો હતો, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારની તમામ યોજનાઓ પંડિતજીના અંત્યોદયના મંત્રને ચરિતાર્થ કરી રહી છે.
