Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુર- ખેરગામ સ્ટેટ હાઈવે પર અકસ્માતનું વધતું જોખમ

ધરમપુર- ખેરગામ સ્ટેટ હાઈવે પર અકસ્માતનું વધતું જોખમ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૨ ઃ ખેરગામ-ધરમપુર સ્ટેટ હાઈવેના ભૈરવી વિસ્તાર પાસે આવેલા તીવ્ર વળાંકો વાહનચાલકો માટે ગંભીર જોખમ બની રહ્ના છે. વળાંકના કારણે સામેથી આવતા વાહનો સ્પષ્ટ દેખાતા નથી, જેના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતોના બનાવો નોંધાઈ રહ્ના છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડો. નિરવ પટેલ દ્વારા ખેરગામ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કરેલ રજૂઆતમાં ખાસ કરીને નીચે મુજબના સુરક્ષા પગલાં તાત્કાલિક લેવા માંગ કરવામાં આવી છે

વળાંકો પાસે સ્પીડ બમ્પર મુકવા  રાત્રે પણ સ્પષ્ટ દેખાય તેવા કેટ આઈ (ય્ફૂશ્શ્રફૂણૂદ્દંશ્વસ્ન્) લગાવવા, વાહનચાલકોને અગાઉથી સાવચેત કરે તેવા ચેતવણી બોર્ડ સ્થાપિત કરવા ભૈરવી-નાધઈ રોડ અને ભૈરવી ઝરા ફળીયા તરફ જતા રસ્તાઓ પર આવેલા આ જોખમી વળાંકોને કારણે સ્થાનિક રહેવાસીઓમાં પણ ભયનો માહોલ છે. અનેક વખત ફરિયાદો છતાં કાયમી ઉકેલ ન આવતા લોકોમાં અસંતોષ છે.  ઉપરોક્ત બાબતે યોગ્ય કરવા માંગ કરાઈ છે.