ઉમરગામમાં પ્રદેશ આદિજાતિ મોરચાની બેઠક યોજાઈ
- byDamanganga Times
- 13 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૨ ઃ ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં પ્રદેશ આદિજાતિ મોરચાની ટીમ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મોરચાના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હાજરી આપી હતી.
બેઠકમાં નવ નિયુક્ત વલસાડ જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી ગણેશભાઈ બિરારીજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે ઉમરગામ તાલુકાના સરપંચઓ તેમજ યુવાઓ શક્તિ કેન્દ્રના યુવાઓને સંગઠન, સેવા અને આવનારા કાર્યક્રમોને લઈ માર્ગદર્શન આપ્યું હતું અને મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય રમણલાલ પાટકર સાહેબે પણ વિશેષ સંબોધન કરતાં સંગઠનની મજબૂતી, કાર્યકરોની ભૂમિકા અને આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટેની કામગીરી અંગે ઉપયોગી માહિતી આપી હતી. સાથે જ સંગઠન પ્રમુખ ડૉ. નીરવભાઈ શાહજીઍ કાર્યકરોને સંબોધન કરીને સંગઠનાત્મક ચર્ચા કરી અને આવનારી રણનીતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં દરેક ગામમાંથી શક્તિ કેન્દ્રના બે યુવાઓ, ક્રિકેટપ્રેમી ઍવા બે યુવાઓ તેમજ કાર્યકરો ખાસ રીતે ઉપસ્થિત રહ્ના હતા, જેના કારણે બેઠક વધુ ઉત્સાહભરી બની હતી.
આ સમગ્ર બેઠકનું આયોજન રામદાસભાઈ વરઠા તથા રાકેશભાઈ વઘાત (સરપંચ સંઘ પ્રમુખ) અને સંદીપભાઈ રાઠોડની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થતાં કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
