ઉમરગામની અપાર કંપની દ્વારા રોજગારલક્ષી તાલીમ અપાઈ
- byDamanganga Times
- 13 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૨ ઃ ઉમરગામ તાલુકાના ખતલવાડ તથા ઉમરગામ વિસ્તારમાં કાર્યરત અપાર કંપની દ્વારા ગ્રામીણ વિસ્તારોના માધ્યમિક શિક્ષણ પ્રા યુવકોને રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ આપી તેમને સ્વરોજગાર અને રોજગારની તક પૂરી પાડવા દિશામાં પ્રશંશનીય પ્રયાસો કરવામાં આવી રહ્ના છે.
આ યોજનાના ભાગરૂપે આજે ઉમરગામ ધોડીપાડા સ્થિત સાંસ્કૃતિક હોલ ખાતે જરૂરિયાત ધરાવતા યુવકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય માનનીય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં તાલીમ મેળવવા ઇચ્છુક યુવકોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતાં.
ઇન્ટરવ્યૂ બાદ પસંદગી પામેલા અંદાજે ૫૦ યુવકોને મહારાષ્ટ્ર સ્થિત ગોવર્ધન સ્કિલ સેન્ટર ખાતે મફત રહેઠાણ અને ભોજનની સુવિધા સાથે છ મહિનાની તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ તેઓને અપાર કંપનીમાં રોજગારનો લાભ આપવામાં આવશે.
અપાર કંપની દ્વારા સ્થાનિક યુવાઓના સર્વાંગી વિકાસ અને રોજગાર માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને આવકારતાં ધારાસભ્ય રમણભાઈ પાટકરે કંપનીના મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતાં.
આ પ્રસંગે અપાર કંપનીના સીનીયર ડી.જી.ઍમ. બલવીરસિંહ પરમાર (બાપુ)ઍ કંપની દ્વારા સ્થાનિક યુવકોને તાલીમ આપી રોજગારની તક પૂરી પાડવા માટે હાથ ધરાયેલા પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા સરપંચ પ્રમુખ રાકેશભાઈ વઘાત સહિત વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો તથા આગેવાનો ઉપસ્થિત રહ્ના હતાં.
