Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સરીગામ બાયપાસ પર કન્ટેનર પલટ્યું

સરીગામ બાયપાસ પર કન્ટેનર પલટ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૧૨ ઃ  સરીગામ બાયપાસ રોડ પર વિલવ્યુ પાર્ક (હીલવ્યુ પાર્ક) સોસાયટીની સામે આજે ઍક કન્ટેનર અચાનક પલટી જતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે કન્ટેનર પલટી જતા માર્ગની બાજુમાં આવેલા વીજ પોલ તૂટી પડ્યા હતાં. જેના કારણે વીજ પુરવઠો ખોરવાવાની શક્યતા ઉભી થઈ હતી. સ્થાનિક રહેવાસીઓ દ્વારા હીલવ્યુ પાર્ક સોસાયટીની સામે સ્પીડ બ્રેકર બનાવવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. આ ઘટનાથી ફરી ઍકવાર આ સ્થળે વાહનવ્યવહારની સલામતી અંગે પ્રશ્નો ઉઠ્યા છે.