ઉમરગામની લક્ષ્મી વિદ્યાપીઠ મેદાનમાં સ્પોર્ટ્સ મીટનો પ્રારંભ
- byDamanganga Times
- 13 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૨ ઃ સરીગામ સ્થિત લક્ષ્મી વિદ્યાપીઠના મેદાન પર ઉત્સાહ અને ગૌરવપૂર્ણ માહોલમાં ‘લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી’ (ન્ત્વ્) દ્વારા વાર્ષિક રમતગમત મહોત્સવ ‘સ્પોર્ટ્સ મીટ-૨૦૨૬’નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વસંતભાઈ ગજેરા વિશેષ ઉપસ્થિત રહ્ના હતાં. તેમની સાથે ન્સ્લ્ સંસ્થાઓના મહાનુભાવો અને મેનેજમેન્ટના અધિકારીઓઍ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ન્ત્વ્ ક્રિકેટ ટીમને ઁઞ્વ્શ્ ઝોનલ-૫ ક્રિકેટ ટૂર્નામેન્ટની વિજેતા ટ્રોફી ઍનાયત કરવામાં આવી હતી, જેણે આ વર્ષના ખેલ મહોત્સવ માટે ઍક પ્રેરણાદાયી પાયો નાંખ્યો હતો.
આ સમગ્ર ઇવેન્ટનું આયોજન ડાયરેક્ટર બસવરાજ પાટીલના માર્ગદર્શન હેઠળ પ્રો. રાકેશ ચોટલિયા, પ્રો. વત્સલ પટેલ અને પ્રો. ભાવેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી પાંખનું પ્રતિનિધિત્વ કરતા સ્ટુડન્ટ સ્પોર્ટ્સ કો-ઓર્ડિનેટર આહીર ક્રિશે આદરપૂર્વક ટ્રસ્ટી વસંતભાઈ ગજેરાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને રમતગમતના નિયમોની વિગતવાર જાણકારી આપી હતી. મુખ્ય અતિથિના સ્વાગત બાદ, ૧૦૦ મીટર રિલે દોડ દ્વારા મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી. જે રમતગમતની ભાવનાનું પ્રતીક બની રહી હતી. ત્યારબાદ તમામ ખેલાડીઓઍ ખેલદિલીના શપથ લીધા હતા.
સંસ્થાના ડાયરેક્ટર પાટીલે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ઞ્વ્શ્માં મેળવેલા ૩ ગોલ્ડ મેડલ, ટોપ-૧૦માં સ્થાન પામેલા વિદ્યાર્થીઓ અને ગત વર્ષની ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ ટ્રોફી સંસ્થાની શ્રેષ્ઠતાના પુરાવા છે. તેમણે વિદ્યાર્થીઓને આ જ જોશ મેદાન પર પણ બતાવવા પ્રોત્સાહિત કર્યા હતા. ટ્રસ્ટી વસંતભાઈ ગજેરાઍ વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, તંદુરસ્તી ઍ જ સાચી સંપત્તિ છે.ૅ તેમણે સ્વસ્થ શરીર અને મન સાથે જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી.
