ઝરોલીમાં રૂ.૪૪ લાખના વિકાસકામોનું લોકાર્પણ કરાયું
- byDamanganga Times
- 13 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૨ ઃ ઉમરગામ તાલુકાના ઝરોલી ગામ ખાતે તાલુકા પંચાયતના ૧૫મું નાણાપંચની ગ્રાન્ટમાંથી ૪૪ લાખ રૂપિયાના વિકાસના કામોનુ જેમાં મોક્ષરથ, સાંસ્કૃતિક હોલ અને કચરા નિકાલ માટેના સાધનોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે લોકલાડીલા ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા પંચાયતના પ્રમુખ લલિતાબેન દુમાડા, ગામના સરપંચ રેખાબેન પટેલ, જિલ્લા બાંધકામ સમિતીના અધ્યક્ષ ભરતભાઈ જાદવ, તાલુકા ભાજપ પ્રમુખ ડૉ. નિરવ શાહ, જિલ્લા પંચાયતના દંડક વિનયભાઈ ધોડી, જિલ્લા પંચાયતના સભ્ય મુકેશભાઈ પટેલ, દિપકભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેશભાઈ વડવી, જિલ્લા સંગઠન મંત્રી સુમિત્રાબેન દુબળા, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશભાઈ ભંડારી, ખ્ભ્પ્ઘ્ના પ્રમુખ હર્ષદભાઈ શાહ, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રમેશભાઈ ધાંગડા, તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ચિંતનભાઈ પટેલ, તા.પં. સભ્ય સરીગામના અગ્રણી રાકેશભાઈ રાય, કરમબેલા ગામના સુરેશભાઈ હળપતિ, કલગામ ગામના સરપંચ રોહિતભાઈ હળપતિ, સંજાણ ગામના સરપંચ ગુલાબભાઈ ધોડી, નિવૃત સૈનિકો, ગામના માજી સરપંચઓ, માજી તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોઓ, ઉમરગામ યુવા મોરચાના સભ્યઓ અને કાર્યકર્તાઓ, પંચાયતના સભ્યઓ અને ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતાં.
