Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ભીલાડની સરકારી વિનયન કોલેજ ખાતે બજેટ અંગે માહિતી અપાઈ

ભીલાડની સરકારી વિનયન કોલેજ ખાતે બજેટ અંગે માહિતી અપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૧૨ ઃ સરકારી વિનયન અને વાણિજય કોલેજ, ભીલાડ ખાતે ગ્શ્ઝ઼ઞ્ચ્વ્ વ્ખ્ન્ધ્ક્ઘ્ખ્પ્ભ્શ્લ્ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને કેન્દ્રીય બજેટ અંગે વિસ્તૃત માહિતી આપવાનો તથા બજેટના વિવિધ પાસાઓ વિશે તેમની સમજ વધારવાનો હતો. આમંત્રણને માન આપી કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડો. નિરવ શાહ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ વડવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતાં. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંત વક્તાઓ દ્વારા તાજેતરના બજેટમાં રજૂ થયેલા મુખ્ય મુદ્દાઓ, શિક્ષણ ક્ષેત્ર પર તેની અસર, યુવાનો માટેની યોજનાઓ, રોજગાર અને આર્થિક વિકાસ સંબંધિત મુદ્દાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે ખુલ્લો સંવાદ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓઍ બજેટ સંબંધિત પ્રશ્નો પૂછ્યા અને વક્તાઓઍ સરળ અને સ્પષ્ટ ભાષામાં તેના જવાબ આપ્યા હતાં. કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં દેશના અર્થતંત્ર, નાણાંકીય આયોજન અને સરકારી નીતિઓ અંગે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોલેજના પ્રાધ્યાપક વર્ગે પણ વિદ્યાર્થીઓને આવા શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતાં.

કાર્યક્રમના અંતે આયોજકોઍ જણાવ્યું કે, આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસક્રમ પૂરતું જ્ઞાન નહીં પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને રાષ્ટ્રીય નીતિઓ અંગે પણ સમજ પ્રા થાય છે. જે તેમના ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થાય છે.