સરોધી હાઈવેથી કારમાં દારૂ સાથે વડોદરાનો ઍક ઝડપાયો
- byDamanganga Times
- 12 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે સરોધી હાઈવે પર વોચ ગોઠવી ઊભા રહેતા બાતમી વાળી કારની અટકાવી તેની અંદર તપાસ કરતા રૂ. ૩૪,૧૨૫ના દારૂ સાથે વડોદરાનો ઍક ઈસમની ધરપકડ કરી છે. વલસાડ રૂરલ પોલીસની ટીમ હાઇવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન બાતમી મળી કે ઍક કારમાં દારૂ ભરી સુરત તરફ લઈ જવાઈ રહ્ના છે.
જે બાતમી આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ વલસાડના સરોધી હાઈવે પર વોચ ગોઠવી ઊભા રહેતા બાતમીવાળી કાર નંબર જીજે-૦૬- આર.ડી.-૧૯૯૦ને આવતા જોઈ તેને અટકાવી તેની અંદર તપાસ કરતા દારૂની બાટલી નંગ ૧૦૫ બાદ બાટલી કિંમત રૂ. ૩૪,૧૨૫ તથા કારની કિંમત પાંચ લાખ મળી કુલ રૂ. ૫,૩૪,૧૨૫ ના મુદ્દા માલ સાથે કાર ચાલક વિકાસ ઉર્ફે ગદીન મહેન્દ્રભાઈ સોલંકી (રહે. ગદાપુરા, વડોદરા) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે કાર માં સાઈડ બેસેલો ભુપેન્દ્ર નામનો શખ્સ અંધારા માં ભાગી છૂટ્યો હતો. જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રોહીબીશન ઍક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
