Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઘ્ત્લ્જ્ ના જવાનોનું પારડી હોસ્પિટલમાં અભિવાદન કરાયું

ઘ્ત્લ્જ્ ના જવાનોનું પારડી હોસ્પિટલમાં અભિવાદન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૧ ઃ પારડી હોસ્પિટલ ના ડો. કુરેશીના નિવાસ્થાને ઘ્ત્લ્જ્ ના જવાનો સાયકલોથોન મારફતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું. સીઆઇઍસઍફના જવાનો કલકત્તાથી દીવ ‘વી’ સેપ આકારમાં દરિયાઈ કાંઠો જે ૭,૫૦૦ કિલોમીટર લાંબો છે. જેની સુરક્ષા વધારવા અને લોકોને સંદેશો પાઠવતા સાયકલિંગ કરી રહ્ના છે. આ અંગે પારડી હોસ્પિટલના તબીબ ડો. ઍમ.ઍમ. કુરેશી ઍ જણાવ્યું હતું કે સિક્યુરિટી ફોર્સ ના ઓફિસર, કમાન્ડર, ડેપ્યુટી કમાન્ડર, જવાનો સાયક્લોથલના સ્વરૂપમાં ૬૬૦૦ કિલોમીટર સાયકલિંગ કરી લોકોને સંદેશો પાઠવ્યો હતો કે કાંઠો સુરક્ષિત તો દેશ સુરક્ષિત દરેક નાગરિકોની ફરજ છે કે તેઓ સહકાર આપે. ઘ્ત્લ્જ્ ના અધિકારીઓનું ડો. કુરેશી ઍ સ્વાગત કર્યું હતું. સીઆઇઍસઍફના ૬૨ સાયકલિસ્ટો ૩૨૦૦ કિલોમીટર સાઇકલિંગ કરી કન્યાકુમારીમાં ઍકત્ર થશે. આર્મીની ટીમ પારડી હોસ્પિટલ ખાતે મુલાકાત લેતા ડો.ઍમ. ઍમ. કુરેશી ઍ તેઓને આવકાર્યા હતા અને ગૌરવ અનુભવ્યો હતો.