પારડીમાં દારૂ સાથે ઍક ઝડપાયો
- byDamanganga Times
- 12 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૧ ઃ પારડી તાલુકાના લખમાપોર રોડ ઉપર કારમાં દારૂનો જથ્થો પોલીસે પીછો કરી ઝડપી પાડ્યો હતો. વલસાડ ઍલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન દમણથી ચીખલી તરફ દારુ લઈ જતા હોવાની બાતમીના આધારે વલસાડના ઠક્કરવાડા પુલ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે કાર નંબર જી.જે.-૦૫-જે.કે.-૦૩૯૫ આવતા પોલીસે અટકાવ્યો હતો પોલીસને જોઈ બુટલેગરે પૂર ઝડપે કાર હંકારી મુકતા પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કર્યો હતો અને ભોમાં પારડી તરફથી ધરમપુર રોડ ફલધરા થી સિંચાઈ પુલ પર હંકારી પારડી લખમાપોર નિશાળ ફળિયા રોડ પાસે કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડના સાઈડે ઝાડ સાથે અથડાઈ હતી. પોલીસે કારમાંથી દારૂની બોટલ નંગ ૧૬૫૬ જેની કિંમત રૂ. ૪.૨૪ લાખનો જથ્થો મળી આવ્યો હતો. અને અનિકેત ઉર્ફે અનુ દીપકભાઈ પટેલ રહે. દમણીઝાપા, પારડીને ઝડપી પાડ્યો હતો. જયારે દારૂ ભરેલ કાર આપનાર વિકાસ ઉર્ફે ભૈયા અશોક યાદવ રહે.પારડી ભેંસલા પાડ ને વોન્ટેડ બતાવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ સહિત કુલ રૂ. ૭.૩૨ લાખનો મુદ્દા માલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
