Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુરમાં મુસ્લિમ બાનુ અને પુત્ર ગુમ

ધરમપુરમાં મુસ્લિમ બાનુ અને પુત્ર ગુમ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૧ ઃ ધરમપુર તાલુકાના મસ્જિદ ફળિયા, મદ્રેસા પાસે રહેતા સકીલઅહમદ ગુલામબશીર શેખ (ઉ.વ. ૬૧ વર્ષ) દ્વારા ધરમપુર પોલીસ મથકે જાણ કરી  છે કે તેમની વહુ સિદ્દીકાબાનુ રઈસઅહમદ શેખ (ઉ.વ. અંદાજે ૨૮ વર્ષ) તથા તેનો પુત્ર અહદ રઈસઅહમદ શેખ (ઉ.વ. ૫ વર્ષ) તા. ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે અંદાજે ૩ઃ૩૦ વાગ્યે ઘરેથી કોઈને જાણ કર્યા વગર ક્યાંક જતા રહ્ના છે અને આજદિન સુધી પરત ફર્યા નથી. સિદ્દીકાબાનુ શરીરે પાતળા બાંધાની, ઘઉંવર્ણ  ઊંચાઈ અંદાજે ૪.૫ ફૂટ. જતા સમયે કાળા રંગનો બુરખો અને પગમાં મોજડી પહેરેલ હતી. ગુજરાતી તથા હિંદી ભાષા બોલી અને સમજી શકે છે.  જ્યારે અહદ ઉંમર ૫ વર્ષ, ગોરા વર્ણનો. જાંબલી કલરનું ટી-શર્ટ, જીન્સ પેન્ટ અને પગમાં બૂટ પહેરેલ હતા.પરિવારજનો દ્વારા સગાસંબંધી તથા ઓળખીતાઓ પાસે તપાસ કરવા છતાં કોઈ માહિતી મળી નથી. મોબાઇલ ફોન પણ બંધ આવે છે.

જેથી જેને પણ ઉપરોક્ત માતા-પુત્ર અંગે કોઈ માહિતી મળે તેઓઍ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા જણાવાયું છે.