વલસાડમાં શેરડીની આડમાં દારૂની ખેપ મારતાં ઝડપાયો
- byDamanganga Times
- 12 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હોય તે દરમિયાન બાતમી મળી કે શેરડીના જથ્થાને આડમાં દારૂ લઈ જવાઈ રહ્ના હોય જે આધારે પોલીસની ટીમે ધરમપુર ચોકડી હાઇવે ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી બાતમીવાળો આઇસર ટેમ્પો અને અટકાવી તેની અંદરથી રુ. ૬.૬૯ લાખના દારૂ સાથે મહારાષ્ટ્ર ધુલિયાના ટેમ્પો ચાલકની પોલીસે ધરપકડ કરી છે જ્યારે દારૂ મંગાવનાર સુરતના ઍક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
વલસાડ સીટી પોલીસની ટીમ હાઇવે પર પેટ્રોલિયમમાં ફરતી હતી જે દરમિયાન બાતમી મળી કે ઍક આઇસર ટેમ્પામાં શેરડીની આડમાં મોટા પ્રમાણમાં દારૂ લઈ જવાઈ રહ્ના છે જે બાતમી આધારે વલસાડ સીટી પોલીસની ટીમ વલસાડના ધરમપુર ચોકડી હાઇવે ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી ઊભા રહેતા બાતમીવાળો આઇસર ટેમ્પો નંબર જીજે ૦૪/ ઍક્સ /૬૨૭૦ ને અટકાવે તેની અંદર તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડના ૫૧ બોક્સમાં ફરી આવતા પોલીસે ૬, ૬૯, ૩૫૦ રૂપિયા ૫ લાખનો ટેમ્પો , ઍક મોબાઇલ કિંમત રૂ. ૫,૦૦૦ મળી કુલ રૂ. ૧૧,૭૪,૩૫૦ રૂપિયાના મુદ્દામાં સાથે ટેમ્પો ચાલક સુનિલ મુરલીધર નવરે રહે. મહારાષ્ટ્ર ધુલિયાની ધરપકડ કરી છે. પકડાયેલા ટેમ્પો ચાલકને પૂછપરછ કરતા દારૂનો જથ્થો સેલવાસથી વિજય પંડિત નામના ઇસમે ભરાવ્યો હતો અને તે સુરત લઈ જવાનો હતો. જેથી પોલીસે વિજય પંડિત નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યું છે. જે અંગે વલસાડ સીટી પોલીસ પથકમાં પ્રોહિબિશન ઍકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
