Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

આરોપીઍ જીલ્લા પ્રવેશબંધીનો ભંગ કરી ધાક-ધમકી આપતાં ધરપકડ વોરંટ

આરોપીઍ જીલ્લા પ્રવેશબંધીનો ભંગ કરી ધાક-ધમકી આપતાં ધરપકડ વોરંટ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૧ ઃ  પારડીના પરિયાગામે સગીરાનુ અપહરણ કરી તેના પરિવાર ઉપર હુમલો કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને હાઇકોર્ટથી શરતી જામીન મેળવી વલસાડ જિલ્લામાં પ્રવેશ નહીં કરવા જણાવ્યું હોવા છતાં તેઓ પારડીના પરીયા ગામે આવી ફરિયાદીના પરિવારને ધાક ધમકી આપતા પારડી પોલીસે તપાસ કરી કાર્યવાહી હાથ ધરતા વાપી કોર્ટ દ્વારા આરોપી સુનિલ જયેશ પટેલ સામે ઘરપકડનું વોરંટ ઇસ્યુ કરાયું છે.

વાપીના પોક્સો ઍક્ટ હેઠળના સ્પેશિયલ જજ ઍચ. ઍન. વકીલઍ પારડી પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૨માં પારડી તાલુકાના પરિયાગામે રહેતા ઍક પરિવાર ઉપર કુહાડી લાકડા અને સળિયા વડે હુમલો કરી કુહાડીની અણીઍ સગીરનુ અપહરણ  કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપી સુનિલ જયેશ પટેલની ગુનામાં ધરપકડ કરી આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી અને આરોપી દ્વારા હાલના ગુનામાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી શરતી જામીન મેળવેલ હતા અને આરોપી દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલ શરતો પૈકીની ઍક શરત કે જેમાં આરોપી સામેનો કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આરોપીઍ વલસાડ જિલ્લાની હદમાં પ્રવેશ કરવો નહીં તેવી શરત કરેલ હોવા છતાં આરોપી દ્વારા તે શરતનો ભંગ કરી ફરિયાદી અને ભોગ બનનારને જે ગામમાં રહે છે તે ગામમાં પ્રવેશ કરી ધમકી આપતા ફરીયાદી દ્વારા તે અંગે પારડી પોલીસ મથકે જાણ કરતા પારડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર  જી. આર. ગઢવી દ્વારા આરોપીને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ જામીન રદ કરવા માટેની અરજી ડીજીપી અનિલ ત્રિપાઠીનાઓ મારફત દાખલ કરતા આ અંગે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ના રાખી વાપીની સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપીને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ જામીન રદ કરી આરોપી સામે પકડ વોરંટ કાઢવાનો હુકમ કરવામાં આવ્યો છે જેને લઇ ગુનાહિત પ્રવૃત્તિ તેમજ કોર્ટની શરતોનું ઉલંઘન કરનાર આરોપીઓમાં ભારે ભયનો માહોલ પણ ફેલાયેલો જોવા મળી રહ્ના છે.