ડાંગ દરબારમાં સ્થાનિક સાંસ્કૃતિક મંડળો કે સંસ્થાઅોને પોતાની કૃતિ રજુ કરવા તક
- byDamanganga Times
- 12 February, 2026
(દમણગંગા ટાઈમ્સ)
આહવા, તા. ૧૧ ઃ ડાંગ દરબાર-૨૦૨૬ નું ઉદ્ઘાટન તા.૨૬/૦૨/૨૦૨૬ને ગુરૂવારના રોજ માન રાજયપાલ, ગુજરાત રાજય, ગાંધીનગરની ઉપસ્થિતિમાં દરબારનું શુભારંભ થનાર છે. જેમાં શોભાયાત્રા,ઉદ્ઘાટન સમારંભ,અને સાંજે દરરોજ રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજુ થનાર છે. ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર-૨૦૨૬ ના ઐતિહાસિક લોકમેળાના આગમનના ઍંધાણની સાથે જ, ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા, તથા તેના સૂચારુ આયોજન-વ્યવસ્થા બાબતે તૈયારીઓ આરંભી દીધી છે. આ ભાતિગળ લોકમેળાના આયોજન સંદર્ભે વિવિધ સમિતિઓની કરાઇ રચના પણ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમ માટે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પોતાની કૃતિઓ રજુ કરવા રસ ધરાવતા હોય તેવા મંડળો/મંડળીઓ/સંસ્થાઓઍ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મુ.પો.આહવા (આંબાપાડા), તા.આહવા, જિ.ડાંગની કચેરી મારફત પોતાની સાંસ્કૃતિક કૃતિનું નામ,મંડળનું નામ,સભ્યો/કલાકારોના નામ અને સંપર્ક નંબર સહિતની દરખાસ્ત તા.૧૦/૦૨/૨૦૨૬ થી તા.૨૦/૦૨/૨૦૨૬ સુધીમાં રૂબરૂ આપવા જણાવવામાં આવેલ છે. સમયમર્યાદા બાદ આવેલ સાંસ્કૃતિક મંડળોની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.આ કાર્યક્રમમાં ભાગ લેવાં માંગતા કલાકારોઍ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આંબાપાડા પ્રાથમિક શાળા આંબાપાડા આહવા રોડ આગળ, ડાંગ. નો સંપર્ક સાધી શકાશે, અહીં કચેરી સંપર્ક નંબર ચેતનભાઇ ત્રિવેદી (જિલ્લા યુવા વિકાસ અધિકારી) મો. ૯૪૨૯૫૮૭૩૮૩(વોટસઅપ), ૯૨૬૫૦૬૬૮૩૫ અને કાલીદાસ ઍમ.આહીર (ના.જિ.પ્રા.શિ.અ. પ્લાન) મો. ૯૪૨૭૧૭૩૪૩૮ (વોટસઅપ), ૬૩૫૫૪૩૦૭૪૪ ઉપર સંપર્ક સાધી શકાશે તેમ અધ્યક્ષ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ ડાંગ દરબાર,વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આહવા-ડાંગની ઍક અખબારી યાદીમાં જણાવાયું છે.
