ભીલાડની સરકારી કોલેજમાં BUDGET TALK@CAMPUS કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 12 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૧ ઃ સરકારી વિનયન અને વાણિજય કોલેજ, ભીલાડ ખાતે આજેBUDGET TALK@CAMPUS કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને કેન્દ્રીય બજેટ અંગે વિસ્તૃત માહિતી આપવાનો તથા બજેટના વિવિધ પાસાઓ વિશે તેમની સમજ વધારવાનો હતો. આમંત્રણ ને માન આપી કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નિરવ શાહ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ વડવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત વક્તાઓ દ્વારા તાજેતરના બજેટમાં રજૂ થયેલા મુખ્ય મુદ્દાઓ, શિક્ષણ ક્ષેત્ર પર તેની અસર, યુવાનો માટેની યોજનાઓ, રોજગાર અને આર્થિક વિકાસ સંબંધિત મુદ્દાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે ખુલ્લો સંવાદ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓઍ બજેટ સંબંધિત પ્રશ્નો પૂછ્યા અને વક્તાઓઍ સરળ અને સ્પષ્ટ ભાષામાં તેના જવાબ આપ્યા. કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં દેશના અર્થતંત્ર, નાણાકીય આયોજન અને સરકારી નીતિઓ અંગે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. કોલેજના પ્રાધ્યાપકવર્ગે પણ વિદ્યાર્થીઓને આવા શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા.કાર્યક્રમના અંતે આયોજકોઍ જણાવ્યું કે, આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસક્રમ પૂરતું જ્ઞાન નહીં પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને રાષ્ટ્રીય નીતિઓ અંગે પણ સમજ -ા થાય છે, જે તેમના ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થાય છે.
