પારડી ઍન. કે. કહેતા કોલેજની ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ
- byDamanganga Times
- 12 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૧ ઃ ઍમ. કે. મેહતા ઍજ્યુકેશન કોલેજ દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ ગર્લ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પારડી ઍજ્યુકેશન સોસાયટી સંચાલિત ઍન. કે. દેસાઈ સાયન્સ ઍન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા પારડીની ગર્લ્સ ક્રિકેટ ટીમે શિસ્તબદ્ધ રમત, મજબૂત બેટિંગ અને સચોટ બોલિંગના આધારે શાનદાર વિજય મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.
ફાઇનલ મુકાબલામાં ઍન. કે. દેસાઈ સાયન્સ ઍન્ડ કોમર્સ કોલેજની ટીમે વી. ઍસ. પટેલ કોલેજ, બિલીમોરા સામે પ્રથમ બેટિંગ કરતા નોંધપાત્ર સ્કોર નોંધાવ્યો. ત્યારબાદ ટીમના બોલર્સે ઉત્તમ લાઇન-લેન્થ સાથે પ્રતિસ્પર્ધી ટીમને દબાણમાં રાખી અને ચુસ્ત તથા શિસ્તબદ્ધ ફિલ્ડિંગના સહારે મેચ પર સંપૂર્ણ કાબૂ મેળવી વિજય હાંસલ કર્યો હતો.
ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓઍ ઉત્તમ પ્રદર્શન કરી વિશેષ પુરસ્કારો પ્રા કર્યા હતા પ્લેયર ઓફ ધ મેચ ખુશી આક્રમક બેટિંગ અને અસરકારક પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝ દિવ્યા સતત સર્વાંગી અને શ્રેષ્ઠ પ્રદર્શન માટે બેસ્ટ ફિલ્ડર રોશની ઝડપી કેચ અને ચુસ્ત ફિલ્ડિંગ માટે આ નોંધપાત્ર સફળતા પાછળ આકાંક્ષા પટેલ, ભાર્ગવ પટેલ અને વિનય ઠાકોરના માર્ગદર્શન, ઉત્સાહ અને ખેલાડીઓને મળેલી સતત પ્રેરણાનો મહત્વપૂર્ણ ફાળો રહ્ના હતો આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટી ઓ તથા કેમ્પસ ડાયરેક્ટરે ટીમને અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ સફળતા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. દિપેશ શાહ પણ મેચ દરમિયાન હાજર રહી વિદ્યાર્થીનીઓનું ઉત્સાહ વધાર્યું હતું.
