Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ રેલ્વે સ્ટેશને હાઈમસ્ટ તિરંગો સ્થંભ શોભાના ગાઠીયા સમાન

વલસાડ રેલ્વે સ્ટેશને હાઈમસ્ટ તિરંગો સ્થંભ શોભાના ગાઠીયા સમાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૧ ઃ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે દેશભરના મહત્વના રેલ્વે સ્ટેશનોઍ હાઈમાસ્ટ ટાવર ઉભો કરી દસેક લાખના આંધણથી અતિ ઊંચાઈઍ તિરંગો લહેરાતો કરવામાં આવ્યો હતો. વલસાડ ખાતે વારંવાર તિરંગો ફાટી જવાથી અનેક નવા તિરંગા ચડાવ્યા પરંતુ છેલ્લા ઍક વર્ષથી હાઈમાસ્ટ સ્થંભ તિરંગા વિહોણો છે. કર નાણાં ચુકવતી પ્રજા વિચારે છે કે, લાખોનું આંધણ પછી ફક્ત કોરો થાંભલો જ જોવાનો.