Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સેલવાસના માર્ગો પર ડિલિવરી રાઈડર્સના બેફામ ડ્રાઈવીંગને નાથો

સેલવાસના માર્ગો પર ડિલિવરી રાઈડર્સના બેફામ ડ્રાઈવીંગને નાથો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૧૧ ઃ દાદરા અને નગર હવેલીમાં ઈ-કોમર્સ અને ફૂડ ડિલિવરી સેવાઓના ઝડપી વિસ્તરણે લોકોનું જીવન સરળ બનાવ્યું છે, પરંતુ સાથે સાથે માર્ગ સલામતી માટે મોટો પડકાર પણ ઊભો કર્યો છે. ગ્શ્રજ્ઞ્ઁત્ત્જ્ઞ્દ્દ અને ક્ષ્ૃંર્ીદ્દં જેવી વૈશ્વિક કંપનીઓ ઉપરાંત સ્થાનિક ડિલિવરી ઍપ્સના કારણે સેલવાસાની સડકો પર હેલમેટ વગર, ખોટી દિશામાં અને ઝડપી ગતિઍ દોડતા ડિલિવરી રાઈડર્સ સામાન્ય દૃશ્ય બની ગયા છે.

શહેરના મુખ્ય ચોરાહા અને બજાર વિસ્તારોમાં બપોર તથા રાત્રિના ભોજન સમય દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. સમયસર ડિલિવરી પહોંચાડવાની દબાણભરી સ્પર્ધામાં રાઈડર્સ સિગ્નલ કૂદતા, ખોટી સાઈડેથી વાહન ચલાવતા અને સલામતી નિયમોની અવગણના કરતા નજરે પડે છે.

ડિલિવરી કંપનીઓ રાઈડર્સને ‘પાર્ટનર’ ગણાવી સલામતીને વ્યક્તિગત જવાબદારી ગણાવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ વધુ જટિલ છે. રાઈડર્સનું કહેવું છે કે મોડું પહોંચવા પર દંડ, ઓછા ઇન્સેન્ટિવ અથવા ઓર્ડરમાં ઘટાડો થાય છે. આવા ઍલ્ગોરિધમ આધારિત સિસ્ટમમાં જોખમી ડ્રાઇવિંગને માત્ર ‘વ્યક્તિગત પસંદગી’ કહેવું વાસ્તવિકતા સાથે બંધબેસતું નથી.વિસ્તારમાં મોટાભાગના ડિલિવરી રાઈડર્સ પ્રવાસી અથવા દૈનિક વેતન પર કામ કરતા છે. અનેક માટે પ્રમાણિત હેલમેટ ખરીદવું દૈનિક ખર્ચ સામે વધારાનો ભાર બને છે. ચિંતાજનક બાબત ઍ છે કે ઘણા રાઈડર્સને અકસ્માત વીમા અથવા ઈજાના સમયે મળતી સહાય અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. સુરક્ષા તાલીમની વ્યવસ્થા પણ ખાસ કરીને સ્થાનિક ઍપ્સમાં ખૂબ જ મર્યાદિત છે.

ઈ-કોમર્સ ટ્રાફિકમાં થયેલા વધારાની તુલનામાં ટ્રાફિક પોલીસની વ્યવસ્થા અને અમલ પૂરતો દેખાતો નથી. સ્થાનિક નાગરિકો કહે છે કે, બ્રાન્ડેડ ડિલિવરી બેગ ધરાવતા રાઈડર્સ પર કાર્યવાહી ઓછી થતી હોવાથી નિયમોના અમલમાં અસમાનતા દેખાય છે.