Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

દમણમાં મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ રમાઈ

દમણમાં મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ રમાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૧ ઃ મરાઠા સેવા સંઘ, દમણ-દીવ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની ઉજવણી માટે દાભેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ સીઝન ૫ નું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા સતત પાંચ વર્ષથી આયોજિત આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય રમતગમત દ્વારા મરાઠી ક્રિકેટરો અને દમણના મરાઠી સમુદાયને ઍક કરવાનો અને પરસ્પર સહયોગ અને પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે.

ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન દ્વારા રાજમાતા જીજાઉ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓનું પૂજન, દીવા પ્રગટાવી અને ફૂલો અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય સંગઠનોના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા.

આ ટુર્નામેન્ટમાં કુલ ૧૬ ટીમોઍ ભાગ લીધો હતો. મરાઠા વોરિયર્સ ખ્૨ અને સમર્થ સ્પોર્ટ્સ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ છેલ્લા બોલ સુધી રોમાંચક રહી. મહત્વપૂર્ણ ક્ષણોમાં, મરાઠા વોરિયર્સે ચોગ્ગો ફટકારીને મેચ જીતી અને પ્ભ્ન્ સીઝન ૫ ના વિજેતા બન્યા. સમર્થ સ્પોર્ટ્સ રનર-અપ તરીકે સમા થયું, જ્યારે છત્રપતિ વોરિયર્સ ત્રીજા સ્થાને રહ્નાં.

વિજેતા, ઉપવિજેતા અને તૃતીય સ્થાન મેળવનાર ટીમોને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇનામ વિતરણ સમારોહમાં ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મરાઠા સેવા સંઘના અધિકારીઓ, વિવિધ ચેમ્બરના પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનોના સભ્યો, ખેલાડીઓ અને મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો હાજર રહ્ના હતા.

આયોજકોઍ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં યોગદાન આપનાર તમામ વ્યક્તિઓ અને સંગઠનોનો આભાર વ્યક્ત કર્યો અને છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ પર દમણના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.