Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સલવાવ બીલખીયા સ્ટેડિયમમાં પ્રજ્ઞાચક્ષુ બહેનોની ક્રિકેટ ટુર્ના. યોજાશે

સલવાવ બીલખીયા સ્ટેડિયમમાં પ્રજ્ઞાચક્ષુ બહેનોની ક્રિકેટ ટુર્ના. યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૦ ઃ ઓમકાર અંધજન સેવા સંસ્થાન અમદાવાદ દ્વારા આગામી તારીખ ૧૪ અને ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ બંને દિવસ સવારે ૯.૦૦ થી સાંજે ૪ વાગ્યા સુધી વાપી મુક્તાનંદ માર્ગ ચલામાં આવેલ મેરીલ કંપની પાસે આવેલ જી. ઍમ. બિલખિયા સ્ટેડિયમ ખાતે ગુજરાત અંધજન મહિલા ક્રિકેટ કપ ટુર્નામેન્ટ નું ભવ્ય અંધ બહેનો ના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે. 

અંધજન બહેનો માટે સેવા કરતી ઓમકાર અંધજન સંસ્થાને વિશેષ સહયોગ  માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્નાં છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્ય ની અંધજન બહેનોની કુલ ૮ ક્રિકેટ ટીમ ભાગ લેશે. 

આ ક્રિકેટ ટુર્નામેન્ટ ભાગ લેનાર તમામ ખેલાડી તથા તેમના સહયોગીની વ્યવસ્થા શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દાતાઓના સહયોગથી પૂરી પાડશે.  આ ટુર્નામેન્ટમાં દાતાઓ તરફથી રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે જેમાં પ્રથમ વિજેતા ટીમને ૧૫,૦૦૦,  દ્વિતીય વિજેતા ટીમને ૧૨,૫૦૦ તથા તૃતીય વિજેતા ટીમને ૧૦,૫૦૦  આ ઉપરાંત પ્રત્યેક ટીમને  પ્રોત્સાહક ઇનામ તરીકે ૫,૦૦૦ આપવામાં આવશે. આ ઈવેન્ટને નિહાળવા તથા અંધ ક્રિકેટર બહેનોને પ્રોત્સાહન આપવા માટે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં અંધજન બહેનો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન થઈ રહ્નાં છે.