વાપી લાયન્સ કલબમાં આઈ ચેકઅપ કેમ્પ માટે રૂ. ૯૧ હજારનું દાન કરાયું
- byDamanganga Times
- 12 February, 2026
વાપી, તા. ૧૧ ઃ વાપીના લાયન્સ કનુભાઈ દરબાર ના અમેરિકા ખાતે રહેતા દીકરી પૂનમ પટેલ ના બંને દીકરા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી લાયન્સ ક્લબ વાપીને ૯૧ હજારનું દાન આપી રહ્ના છે જે અંતર્ગત આ વર્ષે પણ તેઓઍ ૯૧ હજારનું દાન આપ્યું છે
વાપીના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર્તા તથા લાયન્સ ક્લબના અગ્રણી લાયન કનુભાઈ દરબાર ની દીકરી અને તેમનો પરિવાર અમેરિકામાં વસે છે દર વર્ષે અમેરિકા જતા કનુભાઈ દરબારને તેમની દીકરી પુનમબેન ના અમેરિકામાં વસતા બંને દીકરાઓ સહજ પટેલ અને સાહિલ પટેલ દ્વારા આંખના ઓપરેશન તેમજ જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થવા માટે આ વર્ષે પણ ૯૧ હજારનું લાયન્સ ક્લબ વાપીને દાન અપાયું છે તેવો છેલ્લા ત્રણ વર્ષથી આવું દાન કરી રહ્ના છે અને માતૃભૂમિ તેમજ તેમના માતા પુનમબેન પટેલ અને પિતા ડોક્ટર પ્રશાંત પટેલ જેવો અમેરિકામાં નામાંકિન ડોક્ટર તરીકે ભરતીઓ તેમજ સ્થાનિક લોકોને જરૂરિયાત મુજબ મદદરૂપ થઈ રહ્ના છે.
જોકે વાપીના અનેક પરિવારના લોકો અમેરિકામાં વસે છે તેઓ પણ આ પૂનમ પટેલ ના દીકરાઓની જેમ દેશ માટે દાન કરવું જોઈઍ ખાસ કરીને ડોક્ટર પૂનમ પટેલના માતા અને પૂનમના સાસુ કામિનીબેન પણ તેમના વતન ગુજરાતના ગામડાઓમાં અમેરિકાથી દર વર્ષે તેમની બચત પૈકીના કેટલાક રૂપિયા દાન તરીકે આપી રહ્ના છે આમ માતૃભૂમિનું રુણ તેવો અદા કરી રહ્ના છે.
