ચલાની પોદાર જમ્બો કિડ્સ સ્કૂલમાં સ્પોર્ટ ડે ઉજવાયો
- byDamanganga Times
- 12 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ વાપીના ચલા ખાતે આવેલ પોદાર જમ્બો કિડ્સ ના વિદ્યાર્થીઓનો સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
વાપીના ચલા ખાતે આવેલ પોદાર જમ્બો કિડ્સ નામની સ્કૂલમાં તારીખ ૭ ૨ ૨૦૨૬ ના રોજ સ્પોર્ટ ડે ની ઉજવણી ક્રિઍટિવ ક્રિકેટ ઍકેડમી પ્રમુખ ઓરા ચલાવ આપી ખાતે યોજાઈ હતી. જેમાં પોદાર જમ્બો કિડ્સના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમતો માં ભાગ લઈ સપોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના મિતલબેન ધાકડા ઇન્ટરનેશનલ ઍથેલિક્સ અમન ચૌધરી વાપીના સામાજિક કાર્યકર્તા સંજયભાઈ સિંધી કવિતા ચૌધરી દિપાલી કાનીત કર સહિતનાઓ ઉપસ્થિત રહ્ના હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોદાર જમ્બો કિડ્સના ડિરેક્ટર અશ્વિની રાને અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
