બગવાડામાં સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 12 February, 2026
વાપી, તા.૧૧ ઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહમણ સમાજ દ્વારા તા.૦૬.૦૨.૨૦૨૬ ના શુભદિને બગવાડા મુકામે ૅસમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમૅનું આયોજન કરવામા આવ્યુ હતુ.
વિદ્વત આચાર્ય અને નિષ્ણાત કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા ઉત્કૃષ્ટ સંસ્કારનું વિધિવત સિંચન કરી સમાજના સાત બટુકને દ્વિજ બનાવ્યા જેઓ હવે આપણી વેદોક્ત પરંપરા અને ઉચ્ચ સંસ્કારોના વારસાને અવિરત આગળ વધારશે.
બટૂકોનો વરઘોડો બગીમા નીકળ્યો હતો જેમા ખુબજ મોટી સંખ્યામા લોકો જોડાયા હતા. સમાજના દાતાઓ તરફથી આ પ્રસંગે દાનની અવિરત સરવાણી વહાવી હતી. આ પ્રસંગે સમાજના પ્રમુખ જવાહરભાઇ પાઠકે સૌને આવકાર્યા હતા અને આપેલ સાથ-સહકાર બદલ સૌનો આભાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓઍ ખુબજ જહેમત ઉઠાવી હતી.
