Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી-વલસાડ રોડ ખુલ્લો કરાતાં વાહન વ્યવહાર શરૂ

વાપી-વલસાડ રોડ ખુલ્લો કરાતાં વાહન વ્યવહાર શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૦ ઃ વાપીના બલિઠા અતુલ કોલોની થી મુક્તાનંદ માર્ગ ને જોડતો નવો બની રહેલો અંડર બ્રિજ ની કામગીરી પૂર્ણ થતા વાપી વલસાડ રોડ ખુલ્લો કરાતા વહનચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર થવા પામી છે.

વાપીમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ રેલ્વે અને રાજ્ય સરકાર દ્વારા સંકલન કરી વાપી વલસાડ રોડ ઉપર આવેલ અતુલ કોલોની થી બલિઠા દાંડીવાડ તરફનો રેલ્વે ટ્રેક ઉપર અંડર બ્રિજ બનાવવાની કામગીરી જી યુ ડી સી દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેને લઇ વાપીના જુના રેલવે હંગામી ફાટકથી બલિઠા બ્રિજ સુધીના માર્ગ ઉપર ના વાપી વલસાડ રોડ પરથી વાહન નોની અવરજવર બંધ કરાઈ હતી અને આ માર્ગ પરથી ડાઈવરજન આપી હિરલ પાર્ક થી નેશનલ હાઇવે નંબર ૪૮ ના સર્વિસ રોડને આઝાદ કાટા સુધી શરૂ કરાયો હતો પરંતુ હાલમાં આ રેલવે અંડર બ્રિજની કામગીરી પૂર્ણ થતા તેમજ રસ્તા પણ બનાવી દેવામાં આવતા વાપી વલસાડ રોડ વહન ચાલકો માટે ખુલ્લો મુકાતા આ માર્ગ ઉપરથી વહનોની અવરજવર શરૂ થઈ જવા પામી છે જેને લઇ ટ્રાફિકની સમસ્યા થોડી હળવી થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે સાથે આ અંડર બ્રિજ પણ અગામી દિવસોમાં ખુલ્લું મૂકવામાં આવે તે અંગેની તજવીજ ચાલી રહી છે.