Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી જે-ટાઈપ રેલ્વે અોવરબ્રીજ બનાવવા માટે કામગીરી અંતિમ તબક્કામાં

વાપી જે-ટાઈપ રેલ્વે અોવરબ્રીજ બનાવવા માટે કામગીરી અંતિમ તબક્કામાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૧ ઃ વાપી પૂર્વ અને પડ્ઢિમને જોડતા નવા બની રહેલા જે ટાઈપ થી રીંગરોડનો રેલવે ઓવરબ્રિજના રેલવે પરિસરની બાકી રહેલી કામગીરી કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાય છે જેને લઇ લોખંડની પાટ અને ઍંગલ લગાવવાનું કામ શરૂ કરાતા રીંગરોડ તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવાયો છે.

વાપીમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ સ્થાનિક વહીવટી તંત્ર તેમજ રાજ્યના નાણાં અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે ટાઈપ વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર ૪૮ થી સીધો વાપી નગર ના નામધા રીંગરોડ ને જોડતો રેલવે ઓવરબ્રિજ બનાવવા માટેની જીયુડીસી માંથી પરમિશન મેળવી છેલ્લા બે વર્ષથી અહીં રેલવે ઓવરબીજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલમાં વાપી મહાનગરપાલિકા અને વાપી નોટિફાઇડ વિસ્તારના ભાગમાં બ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે રેલવે પરિસરમાં કરવાની કામગીરી બાકી રહી હતી જેને હાલે રેલવે વિભાગ દ્વારા લોખંડના પાટ અને ઍંગલ લગાવી ગટર તેમજ પિલ્લર બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઇ અગામી દિવસોમાં જે ટાઈપ રેલવે ઓવરબ્રિજ ની કામગીરી પૂર્ણ થતા જ વાપીમાં રોજે રોજ વધી રહેલી ટ્રાફિકની સમસ્યાથી લોકોને છુટકારો મળવાની શક્યતા દેખાઈ રહી છે જે અંગે લોકોને ટાઉન માંથી કે સંઘ -દેશ દમણ ના કચ્છી ગામ વિસ્તારમાંથી વાપી નેશનલ હાઇવે નંબર ૪૮ પર જોવું હોય તો સીધા રીંગરોડ થી બ્રિજ પર થી જે ટાઈપ નેશનલ હાઇવે નંબર ૪૮ પર પહોંચી જવાશે અને ટાઉનમાં થતી ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકોને પણકારો મળશે.