વલસાડમાંં રીક્ષા ચાલકને જૂની અદાવતે ચપ્પુથી હુમલો કરતા ઈજા
- byDamanganga Times
- 11 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ અંગત જૂની અદાવતને લઈ વલસાડના રીક્ષા ચાલકને વલસાડ ડેપો પાસે રોકી તેને ચપ્પુથી હુમલો કરતા ગંભીર જાતો તો તેનો તત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર વખતે દાખલ કર્યો છે.
વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં રહેતો શાહિદ ખાન નજર ખાન પઠાણ ઉંમર વર્ષ ૩૭ નામનો યુવક રીક્ષા ચલાવે છે. શાહિદ ખાન રીક્ષા લઈ સ્ટેશન ડેપો પાસેથી પસાર થઈ રહ્ના હતો તે દરમિયાન અચાનક અજય બાંકેલાલ પ્રજાપતિ નામનો ઈસમ આવી ચઢી શાહિદ ખાન કંઈક વિચારે તે પહેલા અજયઍ શાહિદ ખાનનું ગળુ દબાવી તેને જાનથી મારવાની ધમકી આપી હતી. જેથી તે નીચે ઉતરતા અજય પ્રજાપતિ ઉસ્કેરાઇ જઈ તેની પાસે રહેલા ચપ્પુથી છાતી અને પેટના ભાગે હુમલો કરી ઇજા પહોંચાડી ભાગી શક્યો હતો. ઘાયલ યુવાનને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો છે. ઘટનાની જાણતા વલસાડ સીટી પોલીસની ટીમ દોડી ગઈ હતી. શાહિદખાન ઍ જણાવ્યું કે, અગાઉ પણ તેમની વચ્ચે વિવાદ થયો હતો. જે તે સમયે પોલીસની હાજરીમાં સમાધાનથી પતી ગયો હતો. ફરી અજયે અચાનક હુમલો કરી દીધો હતો. જે અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
