પારનેરા સીટી પોઈન્ટ પાસેથી બાઈક ચોરી કરનાર ઝડપાયો
- byDamanganga Times
- 11 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૧૦ ઃ વલસાડ રૂરલ પોલીસે પારનેરા મુકુંદ સામે સીટી પોઈન્ટ પાસેથી થયેલી મોટરસાઈકલ ચોરી અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અતુલ ગામના ઍક ઈસમની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો છે.
વાપીની આરતી કંપનીમાં ઍક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા અને વલસાડના મોટા સુરવાડા ગામના પટેલ ફળિયામાં મિલનકુમાર કાંતિલાલ પટેલ રહે છે. ગત ૨૮ જાન્યુઆરીના રોજ બપોરે પોતાની બાઈક લઈને નોકરી પર ગયા અને પોતાની નં-જીજે ૧૫-ઍ સી -૭૨૩૨ પારનેરા મુકુંદ સામે સીટી પોઈન્ટના ર્પાકિંગમાં પર કર્યો હતો નોકરી પરથી રાત્રે ૧૧ઃ૩૦ કલાકે આવી જોયું તો ર્પાકિંગમાં બાઈક જોવા મળી ન હતી. જેથી વલસાડ રૂરલ પોલીસ મથકમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતા પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસે ઘટનાસ્થળના અને આસપાસના રસ્તાઓના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોને સતર્ક કરતા પોલીસને બાતમી મળતા અતુલ ગામના વિનોદ નારણસિંહ રાજપૂતની અટક કરી કડક પૂછપરછ દરમિયાન વિનોદે આ બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે મુદ્દામાલ જ કરી આગળની તપાસ હાથ ધરી છે.
