વાપી ભડકમોરામાં અજાણ્યાની હત્યાનો આરોપી ઝડપાયો
- byDamanganga Times
- 11 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ વાપીના ભડકમોરામાં સોમવારની વહેલી સવારમાં ઍક અજાણ્યા ઇસમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે અંતર્ગત ઉદ્યોગ નગર પોલીસે તાત્કાલિક તપાસ કરી આરોપી મનીષસિંહને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે. સાથે મળનારની ઓળખ પંડિત તરીકે થઈ છે અને તેના વાલીવારો સોની શોધખોટ શરૂ કરાય છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી સેલવાસ રોડ ઉપર આવેલ ભડકમોરા ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા વર્ષોથી વહેલી સવારમાંલોકો મજૂરી કામ માટે આવે છે અને ત્યાંથી પોતપોતાના કામે જાય છે તે સ્થળે તારીખ ૮- ૨-૨૦૨૬ને રવિવારના રોજ રાત્રે મનીષસિંહ દિપકસિંહ ઉંમર વર્ષ ૨૫ મૂળ રહે ઉત્તર પ્રદેશ અને પંડિત નામનો ઈસમ ભડકમોરા ચાર રસ્તા પાસે ચિકન રોલ ખાવા માટે લાવ્યા હતાં અને ત્યાં પૂછવા વગર ચિકન રોલ ખાઈ લેતા મનીષસિંહ અને પંડિત વચ્ચે ઝઘડો થયો હતો અને તે ઝઘડો ઍટલો વધી ગયો હતો કે ત્યાં રસ્તા ઉપર પડેલા પથ્થરથી મનીષસિંહૈ પંડિત ઉપર હુમલો કરી માથામાં ગંભીર રીતે ઇજા કરી ઘટના સ્થળે જ હત્યા કરી નાંખી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો જે અંગે તારીખ ૯-૨-૨૦૨૬ના રોજ વહેલી સવારમાં ચાની લારી ચલાવતા ઇસમને તેની લારી પાસે મરણ પામેલ હાલતમાં અજાણ્યો ઈસમ મળી આવતા તેઓઍ તાત્કાલિક ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી અને તેઓઍ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ ઍફ ઍલ તેમજ ડોગ સ્કોડ તેમજ આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતાં. જે અંતર્ગત સોમવારની મોડી રાત્રે આરોપી મનીષસિંહ દિપકસિંહ હોવાનું બહાર આવતા પોલીસે તેને અટકાયત કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
