Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

મોરાઈ હાઈવે પર અકસ્માતવાળી બાઈક ચોરીના બે ઝડપાયા

મોરાઈ હાઈવે પર અકસ્માતવાળી બાઈક ચોરીના બે ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૦ ઃ વાપીના મોરાઈથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપરના માર્ગ ઉપર અકસ્માતથી ઘણા સમયથી પડી રહેલી બાઈકની ચોરી કરી ટેમ્પોમાં ભરી લઈ જનાર સુરતના બે ચોર ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે. 

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીથી સુરત તરફ જતા નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર કુલક નદીના બ્રિજ પાસે થોડા દિવસ પહેલા પારડીથી વાપી તરફ આવતા પિતા પુત્રને અકસ્માત થયો હતો. જેમાં પુત્રનું ઘટના સ્થળે મોત થયું હતું અને તે અકસ્માતમાં તેમનું હોન્ડા સાઇન મોટરસાયકલ નંબર સ્ત્રિં્ ૧૫ ર્ફૂ ૪૧૭૪ મોરાઈ કોલક નદીના બ્રિજ પાસે રસ્તાની બાજુમાં પડી રહ્નાં હતું તે બાઇકને સુરતમાં રહેતા મોટારામ સદુપારામ દેવાસી અને દિલીપ સદુપારામ દેવાસી રહે સુરતનાઓ દ્વારા ગઈકાલે ઍક થ્રિવલર ટેમ્પો નંબર જીજે ૦૫  સીઝેડ ૫૬૩૧માં બે ઈસોમો અકસ્માતમાં નુકસાન પામેલ અને રસ્તાની બાજુમાં પડી રહેલ હોન્ડા સાઇન બાઇકને થ્રી વ્હીલર ટેમ્પોમાં ભરીને ચોરી કરી ભાગી રહ્ના હતાં. જે અંગે વાપી ટાઉન પોલીસે તાત્કાલિક બંને આરોપીને ઝડપી પાડી તેના પાસેથી બાઈક અને થ્રી વ્હીલર ટેમ્પો કબ્જે લઇ આ બંને ચોર ઈસમ દ્વારા અગાઉ હાઇવે ઉપર બિનવારસી પડી રહેલા બાઈક કે મોપેડ ની પણ ચોરી કરી છે કે કેમ તે અંગે તપાસ કરાવી રહી છે.