Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડમાં મહિલાઍ મુદ્દલ કરતાં ૩ ગણું વ્યાજ વસુલીને પણ ધમકી આપતાં ફરિયાદ

વલસાડમાં મહિલાઍ મુદ્દલ કરતાં ૩ ગણું વ્યાજ વસુલીને પણ ધમકી આપતાં ફરિયાદ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૦ ઃ ઍક વર્ષ અગાઉ ઍક વલસાડ સીટી પેલેસ વિસ્તારમાં રહેતી જી આર ડી .મહિલાને પૈસાની જરૂર પડતા તેમણે  વલસાડ  ની વ્યાજખોર મહિલા પાસે ૨૭ હજાર રૂપિયા લીધા બાદ તેમણે   ત્રણ ગણા પૈસા વસૂલવા  છતાં વધુ માનસિક ત્રાસ આપી  વ્યાજની માંગણી કરી તેના ઘરે જઈ ધમકી આપતા મામલો વલસાડ સીટી પોલીસ મથકમાં નોંધ્યો છે.

વલસાડ શહેરમાં છેલ્લા કેટલાક વખતથી વ્યાજખોરો આપેલી રકમ કરતાં વધુ વ્યાજ રહેતા હોવાની ફરિયાદો ઉઠતા કેટલાક વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાતા વ્યાજખોરો  શાંત થઈ ગયા હતા. તેમ છતાં આજે પણ કેટલીક જગ્યાઍ વ્યાજ ખોરો લેણદારો પાસે મોટી મોટી રકમ વ્યાજ પેટે કે આપેલો ચેક નાખી ફોટા વી લેવાના કે ઘર મકાન જમીન બાઇક,  કાર લઈ લેવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા ત્યારે વલસાડ નનકવાડા માં રહેતો અને અગાઉ દારૂ નો ધંધો  કરતો બુટલેગર નિલેશ ઉર્ફે મિથુન   સુરતી ની દીકરી નીલમ નિલેશ સુરતી જે છેલ્લા કેટલાક સમયથી વ્યાજનો ધંધો કરે છે.  શહેરના સિટી પેલેસ વિસ્તારમાં રહેતી અને જી.આર.ડી. (ઞ્ય્ઝ઼) તરીકે ફરજ બજાવતી ભાવિનીબેન પટેલ નામની યુવતીને જાન્યુઆરી-૨૦૨૫માં નાણાંની જરૂર પડી હતી. તેણે વલસાડના નનકવાડા વિસ્તારમાં રહેતી નિલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી ૨૭,૦૦૦ રોકડા વ્યાજે લીધા હતા. આ રકમ પર માસિક ૩૩ ટકા જેવું તોતિંગ વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું. વ્યાજખોર  નિલમબેને ડરાવી-ધમકાવીને યુવતી પાસેથી બેંક ઓફ બરોડા બેંક નો ૫૦,૦૦૦નો  સહી કરેલો કોરો ચેક લઈ લીધો અને આ નીલમ સુરતી ને ૯૧,૦૦૦ જેટલી રકમ વ્યાજ પેટે ચૂકવી હતી. જોકે આ ભાવિનીબેન વ્યાજ ચૂકવવામાં અસમર્થ બનતા વ્યાજ આપવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાયેલી નીલમ સુરતી ઍ ભાવિની બેનને ગંદી ગાળો આપી હતી. કંટાળીને ભાવિનીબેન  ઍ વલસાડ સીટી પોલીસ મથકમાં વ્યાજખોર નીલમ નિલેશ સુરતી વિરોધ ફરીયાદ નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.