Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

દમણમાં પરિયારીના ફય્ત્ પર હુમલો અને લૂંટ

દમણમાં પરિયારીના ફય્ત્ પર હુમલો અને લૂંટ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૦ ઃ લંડનથી રજાઓ ગાળવા માટે દમણ આવેલા પરિયારીના યુવક પર કેટલાક અજાણ્યા લોકોઍ કાચીગામ પોલીસ સ્ટેશન હેઠળના વરકુંડ નજીક હુમલો કરી લૂટ કર્યાની ઘટના નોîધાઈ હતી. આ ફરિયાદ મુજબ યુકેના રહેવાસી અને હાલમાં મોટી દમણના પટેલ ફળિયા પરિયારીમાં રહેતા પ્રેમકુમાર મુકેશકુમાર પટેલ (૩૦) પર હુમલો કરીને તેમની ૮ તોલા સોનાની ચેઈન લૂંટી લીધી હતી.

પ્રા માહિતી મુજબ ફરિયાદી પ્રેમકુમાર પટેલે કાચીગામ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે, તેઓ ૪ ફેબ્રુઆરીઍ વેકેશન માટે લંડનથી દમણ પરત ફર્યા હતા. ૭ ફેબ્રુઆરીઍ, ડી-માર્ટથી ઘરે પરત ફરતી વખતે, કેટલાક લોકોઍ તેમની સાથે ગાળો બોલી અને અશ્લીલ હરકતો કરી. જ્યારે પીડિતાઍ ઘટના વિશે પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે બે કાર, ઍક અલ્ટ્રોઝ ઝ઼ઝ઼૦૩પ્ ૫૫૫૬ અને ઍક હ્શ્સ્૩૦૦ ઝ઼ઝ઼૦૩ખ્ધ્ ૦૦૫૬ માં ૧૦ થી વધુ લોકોઍ તેમને વરકુંડના દમણ રેસ્ટોરન્ટ પાસે ઘેરી લીધા અને તેમના પર હુમલો કર્યો. પીડિતનો આરોપ છે કે, આ અજાણ્યા વ્યક્તિઓઍ તેમના ગળામાંથી ૮ તોલા સોનાની ચેઈન છીનવી લીધી અને ભાગી ગયા હતાં.