Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

આહવામાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

આહવામાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૦૯ ઃ ડાંગ જિલ્લાનાં આહવા નગરના રંગઉપવન ખાતે આજે વિરાટ હિન્દૂ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દૂ સંમેલનમાં આહવા નગર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દૂ સમાજના લોકો ઉત્સાહપૂર્વક હાજર રહ્ના હતાં.

આ કાર્યક્રમ દરમિયાન જળ–જંગલ–જમીનના સંરક્ષણ તથા પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદીઍ હિન્દૂ ધર્મના સંસ્કાર, પ્રકૃતિ પ્રત્યેનો સન્માન, પરિવારભાવના, આજના સમયમાં મોબાઈલના અતિરેક ઉપયોગથી થતી સામાજિક અસરો તેમજ હિન્દૂ સમાજની ઍકતા અને સમરસતા વિષે પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતુ. તેમજ ડૉ. અખિલેશ પાંડે દ્વારા સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી વિચારધારા અને નાગરિક કર્તવ્ય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે આ અવસરે જણાવ્યું હતું કે આવનાર સમયમાં ડાંગ જિલ્લામાં ૨૫થી વધુ વિરાટ હિન્દૂ સંમેલનોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના રાજવી વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. સમગ્ર કાર્યક્રમની અધ્યક્ષતા ભાવેશભાઈ ગામીતે કરી હતી.

વિરાટ હિન્દૂ સંમેલન દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો તથા હિન્દૂ સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ સફળતાપૂર્વક આપવામાં આવ્યો હતો.