Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ચીચીનાગાવઠા પ્રા. શાળામાં વાર્ષિક મહોત્સવ અને સન્માન સમારોહ યોજાયો

ચીચીનાગાવઠા પ્રા. શાળામાં વાર્ષિક મહોત્સવ અને સન્માન સમારોહ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૦૯ ઃ ડાંગની ચીચીનાગાવઠા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ તથા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ અંતર્ગત ભૂતપૂર્વ શિક્ષકો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ભાવસભર સન્માન કરવામાં આવ્યુ હતું. સાથે જ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા સમગ્ર પરિસર ઉત્સાહ અને આનંદથી છલકાઈ ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં ગ્રામજનો, વાલીઓ, શિક્ષકમિત્રો તેમજ વિદ્યાર્થીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમના અધ્યક્ષપદે ગ્રુપ ગ્રામ પંચાયત ચીચીનાગાવઠાના સરપંચ સંકેતભાઈ બી.બંગાળ ઉપસ્થિત રહ્ના હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય વિધાનસભાના મુખ્ય નાયબ દંડક તથા ૧૭૩-ડાંગના ધારાસભ્ય વિજયભાઈ આર. પટેલ ઉપસ્થિત રહ્ના હતા.ઉપરાંત વઘઈ તાલુકા પ્રમુખ ચંદરભાઈ ઍમ. ગાવિત તથા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ દક્ષાબેન ઍસ. બંગાળની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિત તરીકે ડાંગ જિલ્લાના રાજ્યપાલ ઍવોર્ડથી સન્માનિત ઍવા શિક્ષકની હાજરી સૌ માટે પ્રેરણારૂપ બની હતી.આ ઉપરાંત ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેન્દ્રભાઈ કે. ગાવિત, વઘઈ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઈ વી. પટેલ તથા ડાંગ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ હરેશભાઈ આર. ભોયે ઉપસ્થિત રહ્ના હતા. શાળાના આચાર્ય રજનીભાઈ કુંવરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અસરકારક અને સુંદર સંચાલન હેતલબેન આર. પટેલ તથા હેમંતભાઈ કે. ભોયે દ્વારા કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમના અંતે આચાર્ય રજનીભાઈ કુંવરે આભારવિધિ આટોપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.