ગણદેવી કાંઠા વિભાગમાં ચોમાસામાં રેલના પાણીના નિકાલ કામગીરીનો પ્રારંભ
- byDamanganga Times
- 11 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૯ ઃ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નાં સહયોગથી ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં વરસાદી પાણીનો અસરકારક નિકાલ થાય તે હેતુસર આધુનિક મશીનરી દ્વારા પાણીના નિકાલ માટે કેનાલ કામગીરીનો રવિવાર સવારે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો.
મેંધર જતા માર્ગ નજીક કામગીરી નો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી, આ મહત્વપૂર્ણ કાર્યથી કાંઠા વિસ્તારને લાભ મળશે ઍમ જણાવ્યું હતુ. કાંઠા વિસ્તારના મેંધર-ભાટ ગામે ફિશરીઝ વિભાગ ના અધિકૃત કે બિન અધિકૃત તળાવોના કારણે રેલના દરિયામાં વહી જતા પાણી અવરોધાય છે પરીણામે કાંઠા વિભાગની જમીન અને ખેતી પાકો ને વ્યાપક નુકશાન થાય છે. આ વર્ષો જુના પ્રશ્નનાં નિરાકરણ માટે પાણી નિકાલ કામગીરીનો પ્રારંભ થયો છે. તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષ હળપતિ, ભાઠા કાંઠા વિભાગ પિયત મંડળીના પ્રમુખ રમણભાઈ પટેલ, મનહર ઉર્ફ મનાભાઈ પટેલ, નિતીજ્ઞાબેન પટેલ, પ્રભાબેન પટેલ, શાંતિલાલ પટેલ, ભીખુભાઈ પટેલ, નટુભાઈ પટેલ, ચેતન પટેલ, મોહન પટેલ, સરપંચઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
