Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

આંબાબારીમાં નવા રોડ અને કિલવણીમાં ચેકડેમની સફાઈ કામગીરી શરુ કરાઈ

આંબાબારીમાં નવા રોડ અને કિલવણીમાં ચેકડેમની સફાઈ કામગીરી શરુ કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૧૦  ઃ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગ્રામ વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ અંતર્ગત તારીખ ૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મહાત્મા ગાંધી નરેગા (વીબીજી રામજી) યોજના હેઠળ બે મહત્વના વિકાસકાર્યોનો -ારંભ થયો. કૌંચા ગ્રામ પંચાયતના આંબાબારી ગામના થોરાટપાડામાં નવા માટી-મુરમ રોડના નિર્માણ કાર્ય તેમજ કિલવણી ગ્રામ પંચાયતના કિલવણી ગામના ચોકીપાડામાં ચેકડેમ સફાઈ (ડિસિલ્ટિંગ) કાર્યનું જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવર દ્વારા વિધિવત ભૂમિપુજન કરવામાં આવ્યું.ઁ આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય, સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચ, પંચાયત સચિવ, નરેગા વિભાગના ટેકનિકલ સહાયક તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્ના. માટી-મુરમ રોડથી ગ્રામ્ય વિસ્તારોમાં આવાગમન સુગમ બનશે અને તમામ ઋતુમાં સલામત માર્ગ સુવિધા મળશે. ચેકડેમ સફાઈથી પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો થશે અને ભૂગર્ભ જળસ્તરમાં સુધારો આવશે. આ કાર્યો દ્વારા સ્થાનિક ગ્રામ્ય મજૂરોને રોજગારની તકો મળશે. જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ વિકાસ, માર્ગ નિર્માણ અને જળ સંરક્ષણ સંબંધિત કામગીરીને પ્રાથમિકતા સાથે અમલમાં મૂકવામાં આવી રહી છે.