સેલવાસની લાયન્સ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ સંપન્ન
- byDamanganga Times
- 11 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૦ ઃ સંઘ શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી લાયન્સ ઇંગ્લિશ સ્કૂલમાં તા.૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ધોરણ ૧૨ના વિદ્યાર્થી -વિદ્યાર્થીનીઓ માટે ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ માનનીય ફતેહસિંહજી ઍમ. ચૌહાણ તથા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપાધ્યક્ષ શ્રી અનંતરાવજી ડી. નિકમ ઉપસ્થિત રહ્ના. સમારોહમાં સંસ્થાના કોષાધ્યક્ષ વિશ્વેષ દવે, સંયુક્ત સચિવ જયેન્દ્રસિંહ રાઠોડ, સંયુક્ત કોષાધ્યક્ષ હીરાભાઈ પટેલ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ ઍન્ડ સાયન્સના પ્રાચાર્યા ડૉ. સીમા પિલ્લઈ, હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચના પ્રાચાર્યા ડૉ. શિલ્પા તિવારી, શાળાની પ્રધાનાચાર્યા નિરાલી પારેખ, ઉપ-પ્રધાનાચાર્યા પારુલ ગુા, શિક્ષકવર્ગ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના. કાર્યક્રમનો આરંભ દીપ પ્રજ્વલન અને શાળાગીત સાથે થયો. ત્યારબાદ ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોઍ સૌને મંત્રમુગ્ધ કર્યા. સમારોહ દરમિયાન ધોરણ ૧૨ની વિદ્યાર્થીનીઍ પોતાના શાળાજીવનના અનુભવો રજૂ કર્યા. ઉપરાંત શિક્ષકો દ્વારા રજૂ કરાયેલા વિશેષ કાર્યક્રમને પણ હાજરજનોઍ ભારે પ્રશંસા આપી.
આ અવસરે વર્ષ ૨૦૨૪–૨૫ના હેડ બોય માસ્ટર દર્શ પ્રવીણ આહિર તથા હેડ ગર્લ સુશ્રી આર્યા અનિલ કટારિયાને સ્મૃતિચિહ્નરૂપે ફોટો ફ્રેમ આપી સન્માનિત કરવામાં આવ્યા. ઉપાધ્યક્ષ અનંતરાવજી ડી. નિકમે વિદ્યાર્થીઓને સકારાત્મક, શિસ્તબદ્ધ અને લક્ષ્યકેન્દ્રિત રહેવાની પ્રેરણા આપી તથા આવનારી પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ પાઠવી. અધ્યક્ષ માનનીય ફતેહસિંહજી ચૌહાણે તાજેતરમાં ઉદ્ઘાટિત શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ સંકુલ દ્વારા પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસોની માહિતી આપી. અંતમાં શાળાની પ્રધાનાચાર્યા નિરાલી પારેખે આભારવિધિ વ્યક્ત કરી. રાષ્ટ્રગાન અને રાત્રિભોજન સાથે વિદાય સમારોહનું સમાપન થયું.
