Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ જીલ્લામાં ‘સજ્જ સમુદાય સુરક્ષિત ગામ’ અન્વયે તાલીમ અપાશે

વલસાડ જીલ્લામાં ‘સજ્જ સમુદાય સુરક્ષિત ગામ’ અન્વયે તાલીમ અપાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૦ ઃ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા સજ્જ સમુદાય સુરક્ષિત ગામ અન્વયે ગ્રામ્ય કક્ષાનાં સ્ટેક હોલ્ડરર્સ અને સ્વયંસેવક માટે આપત્તિ વ્યવસ્થાપન સમિતિ અને ગ્રામ્ય સ્વયંસેવકો માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે ગ્ત્લ્ખ્ઞ્ મારફત રાજ્યવ્યાપી તાલીમનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ તાલીમમાં ગ્રામ વ્યવસ્થાપન સમિતિના સરપંચ, તલાટી, પ્રાથમિક શાળાના આચાર્ય/શિક્ષકો, પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિલેજ કમ્પ્યુટર ઍટરપ્રિન્યોર, આંગણવાડી વર્કર, હેલ્થ વર્કર, આશા વર્કર, ગ્રામ સેવક, મધ્યાહન ભોજન સંચાલક, વ્યાજબી ભાવના દુકાનદાર, દૂધ મંડળીના પ્રમુખ, સેવા સહકારી મંડળીના પ્રમુખ, આપદામિત્રો, ઍસ.ઍમ.સી.ના સભ્યો, સખી મંડળના પ્રમુખ અને ગામના મહિલા મંડળ અને યુવક મંડળના પ્રતિનિધિઓઍ ભાગ લેવાનો રહેશે. આ તાલીમ રાજયમાં ચાર ઝોન પ્રમાણે બાયસેગ મારફતે આપવામાં આવશે. 

તા.૧૨/૦૨/૨૦૨૬ના રોજ વિવિઘ આપત્તિઓમાંથી બચવાની - યુક્તિઓ, દોરડા નોટસ્ અને સલામત આશ્રયસ્થાન, તા. ૧૮/૦૨/૨૦૨૬ના રોજ પ્રાથમિક સારવારની સમજ, ઍનીમલ બાઇટસ્, પોઇઝનીંગ, વિવિધ પ્રકારના પાટાપીડીં અને સી.પી.આર, તા. ૨૫/૦૨/૨૦૨૬ના રોજ ર્ચ્ીશ્વશ્રક્ક ર્ષ્ીશ્વજ્ઞ્િઁં ર્ીઁફુ ઘ્ૃં્યઁર્જ્ઞ્ણૂદ્દજ્ઞ્ંઁ, પ્રાથમિક સંદેશા વ્યવહાર, સંદેશા વ્યવહારની ટીમનું કાર્ય (ટાસ્ક ફોર્સ), સ્થાળાંતર, કંટ્રોલ રૂમનું કાર્ય, ર્વોનિંગ મેળવવાના સ્તોત્ર, ૧૦/૦૩/૨૦૨૬ના રોજ ગ્રામ આપત્તિ વ્યવસ્થાપન પ્લાનની સમજ, ગ્રામ પંચાયતની ભૂમિકા, ગ્રામ આપત્તિ વ્યવસ્થાપન સમિતી, વિલેજ ટાસ્ક ફોર્સ, પી.આર.ઍ. અને જિલ્લા તાલુકાનો આપત્તિ વ્યવસ્થાપનનો પ્લાન, તા. ૧૭/૦૩/૨૦૨૬ના રોજ નાગરીક સંરક્ષણ, સેટેલાઈટ ફોન હેમ રેડીયો, ૧૧૨ ઈમરજન્સી નંબર અને ઍનજીઓની ભૂમિકા, તા.૨૪/૦૩/૨૦૨૬ના રોજ રાજ્યમાં આવેલા આપત્તિ વ્યવસ્થાપનની માળખાગત સુવિધાઓ, ઍસઈઓસી, ડીઈઓસી, ટીઈઓસી, ઈઆરસી, ઍમપીસીઍસ, ફાયર સ્ટેશન, ઍસડીઆરઍફ યુનિટ અને ઍનડીઆરઍફ બટાલિયન અને તા. ૩/૦૪/૨૦૨૬ના રોજ મોક ડ્રીલ, વર્ષાઋુતુની પૂર્વ તૈયારી અને હિટવેવની જાણકારી અને સમજ અંગે તાલીમ અપાશે.