Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડમાં સ્વાગત કાર્યક્રમ યોજાશે

વલસાડમાં સ્વાગત કાર્યક્રમ યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૦ ઃ રાજ્યમાં નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરીયાદો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે મુખ્યમંત્રીશ્રીઍ જિલ્લા સ્વાગતઙ્ખ, તાલુકા સ્વાગત કાર્યક્રમ ચાલુ કર્યો છે. માહે- ફેબ્રુઆરી - ૨૦૨૬ માસમાં સ્વાગત કાર્યક્રમ હેઠળ અરજીઓ મંગાવવામાં આવી છે. 

ફેબ્રુઆરી - ૨૦૨૬ માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૫/૦૨/૨૦૨૬ને બુધવારના રોજ તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૬/૦૨/૨૦૨૬ને ગુરૂવારનાં રોજ યોજાશે. 

ઉપરોક્ત અરજીઓ પૈકી તાલુકા કક્ષાઍ નિકાલ કરવા પાત્ર ગ્રામ/તાલુકાની અરજીનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૫/૦૨/૨૦૨૬ને મંગળવારે જે - તે તાલુકાની મામલતદાર કચેરીમાં સવારે ૧૧-૦૦ કલાકે યોજાશે, જેથી અરજી કરનાર અરજદારોને જે-તે મામલતદાર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેવાની જાણ કરવામાં આવશે. તેઓઍ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી રજૂઆત કરવાની રહેશે. 

ઉપરોક્ત અરજીઓ પૈકી જિલ્લા કક્ષાઍ નિકાલ કરવા પાત્ર અરજીઓનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૬/૦૨/૨૦૨૬ને ગુરૂવારે કલેકટર કચેરી, વલસાડનાં સભાખંડમાં સવારે ૧૧ઃ૦૦ કલાકે યોજાશે. આ કામે જે તે અરજદારોને કલેકટર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેવાની જાણ કરવામાં આવશે. તેઓઍ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી રજૂઆત કરવાની રહેશે.