Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડની સી.કે.ઍમ. હાઈ.ના આચાર્યા શત સુભાષિત કંઠપાઠ સ્પર્ધામાં વિજેતા

વલસાડની સી.કે.ઍમ. હાઈ.ના આચાર્યા શત સુભાષિત કંઠપાઠ સ્પર્ધામાં વિજેતા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૦ ઃ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત ‘યોજના પંચકમ’ અંતર્ગત શત સુભાષિત કંઠપાઠ સ્પર્ધા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વચ્ચે તારીખ ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં વલસાડ જિલ્લાની તરફથી શાહ ખીમચંદ મૂળજીભાઈ હાઈસ્કૂલ વલસાડના આચાર્યા જયશ્રીબેન વિઠ્ઠલભાઈ ભગતે પ્રતિનિધિત્વ કર્યું હતું. અંતે પરિણામ જાહેર થતાં તેઓને પ્રથમ વિજેતા તરીકે જાહેર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ.રાજેબેન ટંડેલ, વલસાડ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ વિનોદચંદ્ર ઍમ. દેસાઈ, મંત્રી દોલતભાઈ દેસાઈ તથા ઉપપ્રમુખ રશેષભાઈ દેસાઈઍ જયશ્રીબેનને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જયશ્રીબેનના નેતૃત્વ હેઠળ શાહ ખીમચંદ મૂળજીભાઈ હાઈસ્કૂલ સતત પ્રગતિ કરી રહી છે. શાળામાં ધોરણ ૯થી ૧૨ સુધીનો અભ્યાસક્રમ, વિવિધ શૈક્ષણિક અને રમતગમત પ્રવૃત્તિઓ સાથે દર વર્ષે આશરે ૭૦ ટકા ઍસઍસસી પરિણામ પ્રા થાય છે, જે શાળાની ગુણવત્તાનું ઉત્તમ ઉદાહરણ છે.