Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુરમાં અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટર હેનીલ પટેલનું સ્વાગત કરાયું

ધરમપુરમાં અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટર હેનીલ પટેલનું સ્વાગત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૧૦ ઃ ભારતીય અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમના પ્રતિભાશાળી ખેલાડી હેનીલ પટેલના ધરમપુર આગમન નિમિત્તે શહેરમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. આજે સવારે આશરે ૧૧ વાગ્યે તેઓ ધરમપુર સ્થિત જોગણીયા સ્વીટ ફરસાણ માર્ટ ખાતે પહોંચતા જ ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ત્યાં ઍકત્ર થયા હતા. ઙ્કભારત માતા કી જયઙ્ખના નારાઓ સાથે સમગ્ર વિસ્તાર દેશભક્તિ અને ગર્વના ભાવથી ગુંજી ઉઠ્યો હતો.

હેનીલ પટેલનું ફરસાણ માર્ટના માલિક કૈલાશભાઈ તથા સંચાલક નરેશભાઈ દ્વારા પુષ્પહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધરમપુર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા યુવાનો હેનીલ સાથે સેલ્ફી લેવા અને શુભેચ્છા પાઠવવા ઉમટી પડ્યા હતાં.

 કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ મહામંત્રી ગણેશ બિરારીઍ જણાવ્યું હતું કે, હેનીલ પટેલ અમારા જિલ્લાના ગૌરવ છે. સમગ્ર જિલ્લાના આશીર્વાદ હંમેશા તેમના સાથે છે.

ધારાસભ્ય અરવિંદભાઈઍ કહ્નાં હતું કે, અંડર-૧૯ વર્લ્ડ કપ દરમિયાન પાંચ વિકેટ લઈને હેનીલે માત્ર દેશનું જ નહીં પરંતુ ધરમપુર અને વલસાડ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે. તેઓ આજના યુવાનો માટે જીવંત પ્રેરણા છે.

જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રભાકર યાદવઍ જણાવ્યું હતું કે, ગામડાંમાંથી પણ વિશ્વસ્તરની પ્રતિભા ઉભરી શકે છે તે હેનીલ પટેલે સાબિત કર્યું છે. તેમની સિદ્ધિ યુવાનોને મહેનત, શિસ્ત અને ઍકાગ્રતા તરફ પ્રેરણા આપે છે.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો, રમતપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોઍ હેનીલ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.