Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીની રોફેલ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું

વાપીની રોફેલ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૦ ઃ તા. ૧૦/૦૨/૨૦૨૬ના રોજ રોફેલ આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ,વાપી ખાતે ગ્શ્ઝ઼ઞ્ચ્વ્ વ્ખ્ન્ધ્ ક્ ઘ્ખ્પ્ભ્શ્લ્ ૨૦૨૬ અંતર્ગત વ્યાખ્યાન નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ વ્યાખ્યાનનું આયોજનકેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭  વિષેની વિસ્તૃત માહિતી કોલેજ/યુનિવર્સિટી કેમ્પસ ખાતેના વિદ્યાર્થીઓ મળી રહે તે હેતુસર કરવામાં આવ્યું. જેનો મુખ્ય હેતુ યુવાનોને તાજેતરના બજેટની મુખ્ય પ્રાથમિકતાઓ, તેમના શિક્ષણ અને ભાવિ કારકિર્દી માટે તેનો અર્થ શું છે. તે સમજવામાં મદદ કરવાનો અને તેમને પ્રશ્નો પૂછવાની અથવા તેમના મંતવ્યો શેર કરવાની તક આપવાનો છે. ઉપરોક્ત વ્યાખ્યાન માં મુખ્ય અતિથિ તરીકે વિરાજ દક્ષિણી (મહામંત્રી, ભાજપ, વાપી શહેર- તેમજ અમારી કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી), વિઠ્ઠલ પટેલ (પૂર્વ પ્રમુખ, ભાજપ, અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ,  વાપી શહેર), પરેશભાઈ (પૂર્વ નગરપાલિકા પ્રમુખ, વાપી શહેર), મુકેશ ઠાકુર (પૂર્વ વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ), ભાવેશ જૈન (સી.ઍ., જી. બી. લધ્ધા ઇન્સ્ટિટ્યૂટ, વાપી)ઍ વિશેષ હાજરી આપી, તેમજ ભાવેશ જૈન (સી.ઍ., જી. બી. લધ્ધા ઇન્સ્ટિટ્યૂટ, વાપી) દ્વારા વિદ્યાર્થીઓને,વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકો માટે સંબંધિત મુખ્ય મુદ્દાઓમાં શિક્ષણ ખર્ચ, નવા કાર્યક્રમો, રોજગાર સર્જનનાં પગલાં અને ભવિષ્યની માળખાગત યોજનાઓનો વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.  સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન તેમજ ઓફલાઇન ઍમ બંને મોડ દ્વારા ચાલવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપરાંત શૈક્ષણિક સ્ટાફ ઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓઍ પ્રશ્નોત્તરી દ્વારા બજેટ વિષે વધુ માહિતી મેળવી.સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યા ડૉ. ઍચ.ઍ. દેસાઇ તેમજ ઘ્ણ્ચ્ ઓફિસ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સૂચરું રૂપે પર પડ્યું.