પારડીની કોલેજમાં નારી વંદના કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 11 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૦ ઃ જે.પી.પારડીવાલા આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, કિલ્લા-પારડી માં મહિલા સુરક્ષા સમિતિ ના ઉપક્રમે નારી ગૌરવનીતિ અંતર્ગત નારી વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં આમંત્રિત મહેમાનોમાં વલસાડ જીલ્લાના ર્ન્ીફુજ્ઞ્ફૂસ્ન્ ચ્ૃષ્ટંરૂફૂશ્વ કલબના પ્રમુખ નિર્મલાબેન પરમાર, સેક્રેટરી અલ્કાબેન પારેખ, ટ્રેઝરર અલ્પાબેન દેસાઈ,નાડકર્ણી હોસ્પિટલ પારડીના સ્ત્રીરોગચિકિત્સક ડૉ. જીજ્ઞાબેન ગરાસિયા, યોગ ગુરુ જાગૃતિબેન હાજર રહ્ના હતા.
કાર્યક્રમમાં વકતાઓ દ્વારા હાલમાં સ્ત્રીઓમાં પ્રવર્તમાન કેન્સર જેવા રોગ અને તેના માટે જરૂરી રસી તેમજ તે માટે કયાં-કયાં પરીક્ષણ કરવવા જરરી છે તે બાબતે માહિતગાર કર્યા હતા. તેમજ જાતીય સતામણિ અંગેની જાગૃતિ અને યોગનું જીવનમાં મહત્વ વગેરે જેવી જરૂરી બાબતોથી વિદ્યાર્થીનીઓને જાગૃત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી કાર્યક્રમને ઉત્સાહભેર માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન મહિલા સમિતિના અધ્યક્ષ ડૉ. હેતલ રાઠોડ ઍ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ કૉલેજના ઈન્ચાર્જ આચાર્ય ડૉ. ગંગાબેન ડી. પટેલ ના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
