પારડી રેફરલ હોસ્પિટલમાં દર્દીઅોની ભીડ
- byDamanganga Times
- 11 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૦ ઃ પારડી તાલુકા મુખ્ય મથક પારડી ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ માં સોમવારના રોજ દર્દીઓની ભીડ લાગી હતી. મોટી સંખ્યામાં હવે સ્થાનિક લોકો સરકારી દવાખાના નો ઉપયોગ કરી રહ્નાં છે. સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્નાં છે. પારડીમાં ઍક સમયે ઍવો હતો કે સરકારી દવાખાના ખૂબ જ ખરાબ હાલતમાં હતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતા સરકારી દવાખાનાની કાયાપલટ થઈ છે મોટું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે અને ઍક વખત પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ દવાખાનાની મુલાકાત લઇ ચૂક્યા છે. હાલ દર્દીઓને દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ડોક્ટરની સંખ્યા પણ વધારવામાં આવી છે. સોમવારે વહેલી સવારના મોટી સંખ્યામાં દર્દીઓ આવી પહોંચ્યા હતા દર્દીઓને દરેક પ્રકારની ટ્રીટમેન્ટ અને દવાઓ મફતમાં મળે છે ખરેખર હાલમાં સરકારી દવાખાનું સ્થાનિક રહીશો માટે ઍક આશીર્વાદ સમાન બન્યું છે નરેન્દ્ર ભાઈ મોદીના આયુષ્યમાન ભારતની યોજનાનો લાભ પણ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્ના છે જેનાથી પણ લોકોને અનેક આરોગ્ય લક્ષી સારા પરિણામ મળ્યા છે અને લોકો ગંભીર બીમારીઓથી બચી શક્યા છે.
