Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

બાલદામાં પાદરદેવી માતાજી મંદિરનો ૨૨મો પાટોત્સવ ઉજવાયો

બાલદામાં પાદરદેવી માતાજી મંદિરનો ૨૨મો પાટોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૦ ઃ પારડી નજીક બાલદા ગામમાં મોટ્ટા ફળિયા ખાતે પાદરદેવી માતાજી મંદિરનો ૨૨મો મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભક્તિમય વાતાવરણમાં ઉજવણીનો માહોલ હતો. બાલદામાં ૨૦૦૪માં પાદરદેવી માતાજીના અભિષેકના ૨૨ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ઉજવવામાં આવ્યો હતો. આ ગામમાં માતાજીના પ્રાચીન મંદિરોમાંનું ઍક છે. 

આ ઉત્સવ ભક્તોઍ માતાજીના આશીર્વાદ લીધા અને યજમાનોના હસ્તે પૂજા કરી હતી માતા બધાને સુખ, શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી પૂજા આરતી પછી આયોજિત મહા-સાદનો મોટી સંખ્યામાં ભક્તોઍ લાભ લીધો હતો આ પ્રસંગે નેતાઓ, આગેવાનો, મહિલાઓ અને યુવાનો હાજર રહ્ના હતા અને પાટોત્સવ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો