પારડીની ટીમ ઉમરગામ બાર ઍસો. દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા
- byDamanganga Times
- 11 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૦ ઃ ઉમરગામ બાર ઍસોસિયેશન દ્વારા ઉમરગામ મુકામે વલસાડ જિલ્લા ના વિવિધ બાર ઍસોસિયેશન ના વકીલ મિત્રો, કોર્ટ સ્ટાફ તથા ન્યાયધીશો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ તમામ બાર ઍસોસિયેશન ની ક્રિકેટ ટીમો તથા કોર્ટ સ્ટાફ તથા ન્યાયધીશો ઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના અંતે વલસાડ કોર્ટ સ્ટાફની ટીમ રનર્સઅપ તથા પારડી બાર ઍસોસિયેશનની ટીમ વિજેતા બની હતી. ભાગ લેનાર તમામ ટીમ તથા રનર્સઅપ તથા વિજેતા બનેલ બંને ટીમોના કેપ્ટન સહીત સૌ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઉમરગામ બાર ઍસોસિયેશન દ્વારા ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે ઉમરગામ બાર ઍસોસિયેશનના તમામ હોદ્દેદારો તથા તમામ વકીલ મિત્રોને વલસાડના જાણીતા વકીલ પીડી પટેલે અભિનંદન પાઠવ્યા હતા. આવી ટુર્નામેન્ટ દ્વારા વલસાડ જિલ્લામાં વકીલ ઍકતા સ્થાપિત થઇ રહી છે ઍવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
