Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડીની અશ્વમેઘ વિદ્યાલયમાં ગ્રેન્ડ પેરેન્ટસ - ડે ઉજવાયો

પારડીની અશ્વમેઘ વિદ્યાલયમાં ગ્રેન્ડ પેરેન્ટસ - ડે ઉજવાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૦ ઃ પારડી તાલુકાના અશ્વમેઘ વિદ્યાલયખાતે ર્ઞ્શ્વીઁફુ ર્ભ્ીશ્વફૂઁદ્દઁસ્ન્ ર્ઝ઼ીક્ક પ્રાઇમરી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે  જયંતિ લાલ શાહ સામાજિક કાર્યકર્તા઼, શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ, ટ્રસ્ટી ધર્મિષ્ઠા મેડમ ડિમ્પલ મેડમ, શાળાના આચાર્ય જનક પટેલ સુરેખા બેન હાજર રહ્ના હતા. પ્રિય પ્રાઈમરી વિભાગના ૩ થી ૫વર્ષ  ઉંમરના બાળકોઍ વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં ડાન્સ અને ગીત સૌ કોઈને આનંદિત કરી દીધા હતા. તેમજ દાદા દાદીઓ સાથેનો  બાળકો પ્રેમ  જોવા મળ્યો હતો. કાર્યક્રમ બાદ દાદા દાદીઓને પણ પોતાના બાળકો સાથે મનોરંજન માણી શકે તે માટે સંગીત ખુરશીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

અને વિજય થયેલા વિજેતા  દાદા દાદીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય સુરેખાબેન દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.