Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉદવાડામાં શિવ મહાપુરાણ કથા શરુ

ઉદવાડામાં શિવ મહાપુરાણ કથા શરુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૦ ઃ પારડી તાલુકાના ઉદવાડા સિનિયર સિટીઝન મંડળ તેમજ લાયન્સ કલબ ઓફ ઉદવાડા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાનો  શુભ આરંભ થયો છે ખૂબ વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી પોથીયાત્રામાં જોડાયા હતા. બિપીનભાઈના ઘરેથી નીકળેલી પોથીયાત્રા ઉદવાડા સ્ટેશન સુધી પહોચી હતી મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી ત્યારબાદ  સ્વાગત કરવામાં આવ્યું હતું ઉદવાડા સ્ટેશનથી ફરીને યાત્રા કથા સ્થળે ભગવતી કોલોની પહોંચી હતી. પ્રાર્થના અને સ્વાગત નૃત્ય બાદ મહેમાનનું  સ્વાગત કરવામાં આવ્યું હતું ગફુરભાઈ બિલખીયા પૂજ્ય કપિલ સ્વામિજી તેમજ પારુલદીદીઍ આ પ્રસંગે ઉપસ્થિત રહી કથાને સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી ઍમનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબના મુકેશભાઈ દિનેશભાઈ વગેરે મહાનુભાવો હાજર રહ્ના હતા. કથાનો શુભ આરંભ કરાવ્યો ખૂબ મોટી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. બીપીનભાઈ પટેલ કિશોરભાઈ ગાંધી શૈલેષભાઈ જરીવાળા સહિત વિશાળ સંખ્યામા ગ્રામજનોઍ કથાકાર ભરતભાઈ વ્યાસ ધરમપુરના મધુર સ્વરે પવિત્ર શિવ મહાપુરાણ કથાનો રસ મહાન કર્યો હતો આ કથા તારીખ ૯મી ફેબ્રુઆરીઍ શરૂ થઈ છે અને૧૫ ફેબ્રુઆરીઍ મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ થશે કથામાં ભાગ લેવા જાહેર જનતાને આમંત્રણ પઠાવવામાં આવ્યું છે.