Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડીની આંબાવાડીઅોમાં કેરી દેખાતાં ખેડૂતોમાં નવી આશા જાગી

પારડીની આંબાવાડીઅોમાં કેરી દેખાતાં ખેડૂતોમાં નવી આશા જાગી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૦ ઃ પારડી તાલુકાના ગામડાઓમાં ડિસેમ્બર માસથી જ આંબાવાડીઓમાં મોર ફૂટવાની શરૂઆત થઈ હતી. હવે જ્યારે ફેબ્રુઆરી માસ અડધો થઈ ગયો છે. ત્યારે મોટાભાગની આંબાવાડીઓમાં આગળની કેસર કેરી અને હાફુશ કેરી સાઈઝમાં દેખાતી થઈ છે અને વાતાવરણ સારું રહેશે તો ખેડૂતોને પાક સારો આગળનો મળે ઍવી સંભાવના છે. પારડી તાલુકાના ગામડાઓ જેમકે ઉમરસાડી પલસાણા કલસર કીરકલા સારણ બગવાળા ટુકવાડા પરીયા, ડુમલાવ, ડુંગળી મોટા વાઘ છીપા પંથકના ગામડાઓમાં તાજેતરમાં ફેબ્રુઆરી માસના ૧૫ દિવસ પૂર્ણ થવા જઈ રહ્ના છે. ત્યારે આંબાવાડીઓમાં કેરી થોડી સાઈઝમાં દેખાતી થઈ છે. ખેડૂતોઍ પોતાના કેરીના પાકને બચાવવા માટે સખત મહેનત કરી છે ખાતર ખેડ અને જંતુનાશક દવાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે વર્ષમાં ઍક વખત આવતા કેરીના પાકને બચાવવા માટે ખેડૂતો તમામ પ્રયત્ન કરે છે અને વાતાવરણના લીધે ખેડૂતો નુકસાન થાય છે પરંતુ આ વખતે વાતાવરણ સારું રહેશે તો  ખેડૂતોને સારો કેરીનો પાક મળે ઍવી સંભાવના છે.